રાજપીપળા એ.પી.એમ.સી. એ નર્મદા જીલ્લાના ખેડુતોનો કપાસ ન્યુનતમ મુલ્યથી ખરીદાયની કરી માંગ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ભારતીય કપાસ નિગમ લી. એ જીલ્લાના ખેડુતો એ.પી.એમ.સી. ની ભલામણથી નજીકના કપાસ ખરીદ કેન્દ્રો ઉપર કપાસ વેચી શકસેની આપી મંજૂરી

5800 નો કપાસ ખરીદી નો ન્યુનતમ રેટ નક્કી

સમગ્ર દેશમાં ખેડુતો અને સરકાર વચ્ચે ખેતી વિષયક નવા કાયદા ઓ બાબતે ઘર્ષણ ચાલી રહયું છે ત્યારે નર્મદા જીલ્લાના કપાસનુ ઉત્પાદન કરતા ખેડુતો માટે ખુશીના વાવડ મળી રહયા છે, એ મુજબ જીલ્લાના કપાસ વાવતા ખેડુતોનુ કપાસ હવે ભારતીય કપાસ નિગમ લી. દ્વારા રાજપીપળા ખાતે ની એ.પી.એમ.સી. ને ખેડુતોનો કપાસ નિર્ધારિત કેન્દ્રો ઉપર વેચવાની ભલામણ કરવાની સત્તા આપવામાં આવી હોવાનું એ.પી.એમ. સી. ના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું.

સમગ્ર જીલ્લામા એકપણ કપાસનુ જીન કાર્યરત ન હોય ને નર્મદા જીલ્લામા કપાસનુ ઉત્પાદન કરતા ખેડુતો માટે કપાસ વેચવાની ભારે માથાકૂટ હોય છે યોગ્ય ભાવ મળતા નથી અને ખેડુતો પાયમાલીની કગાર તરફ ધકેલાય છે, ત્યારે રાજપીપળા એ.પી એમ.સી.એ ભારતીય કપાસ નિગમ લી. પાસે નર્મદા જીલ્લામા કપાસ ખરીદીની કોઈ જ વ્યવસ્થા ન હોવાની રજુઆત કરતા અને કપાસ વેચવાની ભારે માથાકૂટ કરવી પડતી હોવાની રજુઆતના પગલે એ.પી.એમ.સી. રાજપીપળા હવેથી કપાસ વેચવાની ભલામણ કરસે આ માટે જે ખેડુતો પોતાના કપાસ એમ.એસ.પી. ના ધોરણે વેચવા માંગતા હોય તેઓએ પ્રથમ એ.પીએમસી. રાજપીપળા ખાતે રજીસ્ટ્રેશન કરાવી ભલામણ પત્ર મેળવવા પડસે અને નર્મદા જિલ્લાના ખેડૂતો નજીકના કપાસ ખરીદ કેન્દ્રો બોડેલી, કેવડીયા, ડભોઇ અને મંડાળા ખાતે પોતાનું કપાસ એમ. એસ.પી. ના મુલ્ય આધારિત વેંચાણ કરી શકસે.

હાલ રુપિયા 5800 ન્યુનતમ મુલ્ય નિર્ધારિત હોવાનું એ.પી.એમ.સી. પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું, જોકે ખેડુતોએ કેન્દ્રો ખાતે પોતાનું કપાસ માત્ર ટ્રેક્ટર માજ પરિવહન કરીને લઇ જવો પડસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here