નર્મદા જીલ્લામા શાળાઓ સવારના 9-30 કલાકથી જ ધમધમતી થઇ…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

શાળાઓ નિર્ધારિત સમય કરતા ઍક કલાક વ્હેલી શરૂ કરી વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક પ્રોત્સાહન આપવા નો પ્રયાશ

કોરોના કાળ માં શાળાઓ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના અભ્યાસ ઉપર ભારે અસર થઈ છે. શાળાઓ બંધ રહેતાં વિદ્યાર્થીઓ અભ્યાસ થી વિમુખ રહયા હતા ત્યારે સરકાર ના આદેશ થી નર્મદા જીલ્લા માં શાળાઓ ના સમય થી તમામ માધ્યમિક શાળા ઓ નિર્ધારિત સમય કરતાં ઍક કલાક પહેલા શરૂ કરવાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે.

તારીખ ૧૬/૧૨/૨૦૨૧ થી નર્મદા જીલ્લાની આશરે ૧૩૫ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોરોનાના સમયે શૈક્ષણિક કાર્ય બંધ હતું તેના વળતર અને બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુસર નર્મદા જીલ્લા શિક્ષણાધિકારી, જયેશભાઈ પટેલના આદેશ અનુસાર શાળાઓ ૧૦૦ દિવસ સુધી એક કલાક વહેલી શરુ થશે. સવારે ૦૯:૩૦ થી તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ધમધમતું થયુ છે.
ગુજરાત સરકારના પરિપત્ર અનુસાર ગત વર્ષે શાળાઓમાં કોવિડ મહામારીને કારણે શૈક્ષણિક કાર્ય શાળાઓમાં બંધ હતું જેના કારણે સરકારના આદેશ અનુસાર ૧૫/૧૨/૨૦૨૧ના રોજ જીલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ દ્વારા વિડીયો કોન્ફરન્સ કરી જીલ્લાના તમામ આચાર્યોને પરિપત્રથી માહિતગાર કરી દરરોજ એક કલાક શાળામાં વધારાનો સમય આપી ઉપચારાત્મક કાર્ય અને પરિક્ષાલક્ષી પુનરાવર્તન અભ્યાસ કરાવી બાળકોને શૈક્ષણિક કાર્યમાં પ્રોત્સાહન મળે તે માટે તમામને માહિતગાર કરાયા હતા. આ અંગે નર્મદા જીલ્લા આચાર્ય સંઘના પ્રમુખ યોગેશભાઈ ભાલાણી સાથે જીલ્લા શિક્ષણાધીકારીએ સંકલન કરી આયોજન બાબતે પૃચ્છા કરી હતી. શિક્ષણ વિભાગ અને અધિકારીઓના આદેશના પગલે આજે નર્મદા જીલ્લા ની તમામ શાળાઓ એક કલાક વહેલી ૦૯:૩૦ કલાકથી ધમધમી હતી. વિદ્યાર્થીઓ એપણ શાળા માં વ્હેલા આવી અભ્યાસ પ્રત્યે રૂચિ દાખવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here