નર્મદા જીલ્લામાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીનો બુસ્ટર ડોઝ આપવાના ચક્રો ગતિમાન

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લા વિકાસ અઘિકારી અંકિત પન્નુના અધ્યક્ષસ્થાને ૧૮ થી ૫૯ વર્ષની વયના લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવા અંગે પ્રાઈવેટ હોસ્પીટલના ડોકટરો સાથે યોજાયેલી બેઠક

૧૮ થી ૫૯ વર્ષની વયના લાભાર્થીઓ માટે જિલ્લાની આનંદ, સુર્યા, મઘુરમ અને હેલ્થ કેર પ્રાઇવેટ હોસ્પિટલો ખાતેથી પ્રિકોશન (બુસ્ટર) ડોઝની કરાયેલી અલાયદી વ્યવસ્થા

જિલ્લા વિકાસ અઘિકારીશ્રી અંકિત પન્નુના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે ૧૮ થી ૫૯ વર્ષની વયના લાભાર્થીઓને સરળતાથી પ્રિકોશન ડોઝ મળી રહે તે હેતુસર જિલ્લાના પ્રાઈવેટ હોસ્પિટલના ડૉકટરશ્રીઓ સાથે બેઠક યોજી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામીત, રાજપીપલાની પ્રાઇવેટ હોસ્પીટલના ડૉ.ગીરીશભાઈ આનંદ,ડૉ.હિરેન્દ્રભાઇ વસાવા, ડૉ.સાગરભાઈ,ડૉ.ભુપેન્દ્રભાઈ.ડી.પટેલ સહીતના ડોકટરશ્રીઓની ઉપસ્થિતમા યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ ૧૮ થી ૫૯ વયના લાભાર્થીઓને વેકસીનેશનો પ્રિક્રોશન (બુસ્ટર) ડોઝ સરકારશ્રીના નિયમોનુસાર પ્રાઇવેટ હોસ્પીટલમાં આપવાનું નકકી કરાયેલ છે. કોરાના સંક્રમણને અટકાવવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા પ્રિકોશન (બુસ્ટર) ડોઝ લેવો ખુબ જ જરૂરી હોવાની સાથે જિલ્લાના ૧૮ થી ૫૯ વયના બાકી રહેલા તમામ લોકોને વેક્સીનેશન હેઠળ આવરી લેવા જરૂરી સુચના સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીતે ઉક્ત બેઠકમાં જણાવ્યું હતું કે, નર્મદા જીલ્લાની પ્રાઇવેટ હોસ્પીટલોમાં સરકારશ્રીના નકકી કરેલ ફી (પ્રતિ ડોઝ ૩૮૬ રૂપિયા) મુજબ મળશે. વેકસીન લેવા માટે ઓનલાઇન સ્લોટ અગાઉથી બુક પણ કરાવી શકાશે તેમજ ઓનસ્પોર્ટ (સ્થળપર) પણ વેકસીન આપવામાં આવશે. હવે ૫છીથી નર્મદા જિલ્લાની આનંદ હોસ્પીટલ- કોલેજ રોડ, સુર્યા હોસ્પીટલ, સંતોષ ચાર રસ્તા, મઘુરમ હોસ્પીટલ, એમ.વી.રોડ,કલેકટર કચેરી સામે અને કેવડીયા કોલોની ખાતે આવેલ હેલ્થ કેર હોસ્પીટલ સહિત કુલ-૪ જેટલી પ્રાઇવેટ હોસ્પીટલોમાં પ્રિકોશન (બુસ્ટર) ડોઝ લઇ શકાશે. અગાઉ જે વેક્સીનના બે ડોઝ લીઘેલ હોય એ જ વેકસીન મેળવી લેવા અને ૧૮ થી ૫૯ વર્ષની વય ધરાવતા તમામ વ્યક્તિઓને પ્રાઇવેટ હોસ્પીટલોમાં જઇ સમય મર્યાદામાં પ્રિક્રોશન ડોઝ લઇ લેવા જાહેર અપીલ કરાઈ હતી. આ બેઠકમાં પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટરશ્રીઓએ પણ વેક્સીન બાબતે જરૂરી ચર્ચા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here