નર્મદા જીલ્લાનુ ધો.12 સામાન્ય પ્રવાહનું 58.02 ટકા પરિણામ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

A1 ગ્રેડ માં માત્ર બેજ વિદ્યાર્થી પાસ થયા !!!!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવામાં આવેલી ધો.12 સામાન્ય પ્રવાહ ની પરિક્ષા નું પરિણામ આજરોજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતાં નર્મદા જિલ્લા નું 58.02 ટકા જેટલું પરિણામ આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

નર્મદા જીલ્લા માં ધો 13 સામાન્ય પ્રવાહ ની પરિક્ષા માટે 4151 વિધાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 4133 વિધાર્થીઓ એ પરિક્ષા આપી હતી, જેમાથી 58.02 ટકા જેટલું પરિણામ જાહેર થયું છે અને વિધાર્થીઓ પાસ થયા છે, સમગ્ર જીલ્લા ની તમામ શાળાઓ માથી માત્ર બેજ વિદ્યાર્થી A1 ગ્રેડ સાથે પાસ થયા છે, A2 ગ્રેડ માં 17 , B1 ગ્રેડ માં 116, B2 ગ્રેડ માં 441, C1 ગ્રેડ માં 827, C2 ગ્રેડ માં 839 અને D gread ma 56 મળી સમગ્ર જીલ્લા નું માત્ર 58.02 ટકા જેટલું પરિણામ આવ્યુ છે.
જીલ્લા ભર માથી 1835 વિધાર્થીઓ નાપાસ થતાં વાલીઓ સહિત વિદ્યાથીઓ માં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here