નર્મદા જીલ્લામાં શિક્ષક પતિદેવનુ કારસ્તાન પત્નિ જાળી થતાં છુટાછેડાની માંગ કરતો શિક્ષક

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા પોલીસ અભ્યમ ટીમ દ્વારા શિક્ષક પતિદેવ ને સમજાવટ કરી મામલો થાળે પાડયો

સ્ત્રી અને પુરૂષ ના સાંસારિક જીવન માં સ્નેહ, લાગણી અને પ્રેમ તેમજ ઍક બીજા પ્રત્યે સમર્પણ અને ત્યાગ ની ભાવના હોય છે અને હોવી જ જોઈએ ત્યારે નર્મદા જીલ્લા માં એક ભણેલા ગણેલા અને શિક્ષક તરીકે નોકરી કરતા અને વિધાર્થીઓ માં સંસ્કાર ના સિંચન કરતા શિક્ષક નો પોતાની પત્નિ તેને જાળી પડતા છુંટાછેડા આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

નર્મદા જીલ્લા માં શિક્ષક તરીકે નોકરી કરતા એક પતિદેવ ને પોતાની પત્નિ ને એક બાળક નો જન્મ થયા બાદ તેનુ શરીર કુદરતી રીતે વધતા પત્નિ થોડી જાળી થતાં પતિદેવ માટે ભાર રૂપ બની હોય એમ પતિદેવ શિક્ષક પોતાની પત્નિ ને મેણાં ટોના મારી તું હવે બહુ જાળી થયી ગયી છે હવે મારા કસા કામ ની રહી નથી, જેથી પત્નિ પતિદેવ ના મેણાં તોના થી કંટાળી ગઈ હતી, તેણે પોતાનો શરીર દુબળું પાતળું થાય આ માટે કસરત સહિત દવાઓ પણ કરી પણ શરીર પાતળું ન થયું, હવે શિક્ષક પતિ પત્નિ ને પોતે છુંટા છેડા આપવા માટે તૈયાર થયો આ બાબતે પત્નિ એ પોલીસ વિભાગ દ્વારા કાર્યરત મહિલાઓને મદદરૂપ અભ્યામ પોલીસ વાન ને જાણ કરતા પોલીસ મહીલા ની વહારે આવી હતી, પોલીસે શિક્ષક પતિદેવ ને સમજાવટ કરી સમગ્ર મામલો થાળે પાડયો હતો, હાલ પતિદેવ પણ જેવી કુદરત ની મરજી એવો મન બનાવી છુટ્ટા છેડા નો પોતાનો વિચાર પડતો મૂકતા પત્નિ એ હાશકારો અનુભવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here