નર્મદા જીલ્લાના દેડિયાપાડામાં ભારે પવન અને વાવાઝોડાં સાથે વરસાદ ખાબકતા જન જીવન અસ્તવ્યસ્ત

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

લગભગ એક કલાક સુધી સતત ભારે વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ના ખાબોચિયા ભરાયા

હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો ને પોતાના વાહનો રસ્તાની સાઇડ ઉપર ઉભા કરવાની ફરજ પડી

રાજપીપળા નગર સહિત આસપાસ ના વિસ્તાર માં દિવસ દરમ્યાન વાદળ છાયું વાતાવરણ

કમોસમી વરસાદ થતાં ખેતીના પાકો સહિત આંબાના કેરીના પાકોને ભારે નુકસાન ની ભીતિ થી ખેડૂતોમાં ફફડાટ

નર્મદા જિલ્લાના દેડિયાપાડા સહિત આસપાસ ના આઠ થી દશ કી. મી. ના વિસ્તારોમા આજરોજ સાંજના ના સાડા ચારેક વાગ્યાના સુમારે ભારે ભવન સાથે વાવાઝોડાં સાથે વરસાદ પડતા જાણે કે ચોમાસાનું જ આગમન થયું હોય એવો વાતાવરણ સર્જાયો હતો, જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ રાજપીપળા નગર સહિત ના વિસ્તારમાં આજરોજ સવાર થીજ આસમાન માં કાળા ધિબંગ વાદળો છવાયા હતા, અને વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા સહિત આસપાસના વિસ્તારમાં સાંજના ચારેક વાગ્યાના ના સુમારે આસમાનમાં કાળા વાદળો છવાતા સુરજદાદા અદ્રશ્ય થયા હતા, અને જાણે કે ચોમાસાની ઋતુ જ બેસી ગઈ હોય એમ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ભારે પવન ફુંકાયો હતો અને વાવાઝોડાં સાથે વરસાદ પણ વરસ્યો હતો. ભારે પવન ફુંકાતા દેડિયાપાડા મા અફરાત તફરીનો માહોલ જોવા મળ્યો હતો. અને ઠેર ઠેર પાણી ના ખાબોચિયા ભરાયા હતા,

ડેડીયાપાડા વિસ્તારમાં તો ભારે પવન અને વાવાઝોડાં સાથે વરસાદ ખાબકતા દેડિયાપાડા તરફ થી મહારાષ્ટ્ર તરફ જતા વાહન ચાલકો ને ભારે તકલીફ પડી હતી જેથી તેઓએ તેમના વાહનો રસ્તાની સાઇડ ઉપર ઉભા કરી દીધા હતા,અને સલામતિ નો માર્ગ અપનાવ્યો હતો.

વરસાદ થતાં ખેડૂતો પણ ભયમાં મુકાયા હતા જે ખેડૂતોના પાક ખેતરોમાં તૈયાર છે તેવા ખેડુતો માટે આ કમોસમી વરસાદ મુસીબત ઉભી કરી રહયો છે, આંબાના પાકો ને ભારે પવન ફુંકાતા નુકસાન જવાની ભીતિ ખેડુતો મા સેવાઈ રહી છે.
જોકે ભારે ભવન ફુકાતા અને વરસાદ થતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી , જેથી ગરમી માં થોડો રાહત લોકો એ અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here