નર્મદા જીલ્લાના તિલવાડામાં ગણેશ મહોત્સવ નિમિત્તે મેવાસ બારીયા સમાજ યુવા સંગઠન દ્વારા પ્રસાદી અને બેનરોનું વિતરણ

તિલવાડા,(નર્મદા) આશિક પઠાણ :-

સમાજની એકતા માટે યુવા સંગઠનના સંનિષ્ઠ પ્રયાસ ની ઠેરઠેર પ્રશંસા

નર્મદા જિલ્લાના તિલાકવાડામાં ગણેશ મહોત્સવ નિમિત્તે મેવાસ બારીયા સમાજ યુવા સંગઠન દ્વારા ગણેશ પંડાલો પર પ્રસાદી અને બેનરો વિતરણ કરવામાં આવ્યાં છે, બારીયા સમાજની એકતામાં જૂજતાં કેળવવા અને સમાજ એક તાતણે એક દિશામાં પરોવાય તે માટે સમાજના યુવા સંગઠન આગળ આવીને નેકનિષ્ઠ પ્રયાસો સમાજ માટે હાથ ધરી રહ્યું છે.
મેવાસ બારીયા સમાજ યુવા સંગઠન દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરતાં તમામ ગામે ગામ પહોંચીને બારીયા સમાજના યુવાનો દ્વારા પ્રસાદી તેમજ બેનરનું વિતરણ કરીને સમાજ સંગઠને એક સર્વશ્રેઠ કામગીરીની જાંખી કરાવી હતી.

મેવાસ બારીયા સમાજ યુવા સંગઠન દ્વારા બારીયા સમાજની એકતા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેને લઈને બારીયા સમાજના યુવાનો દ્વારા ગામે ગામ ગણેશજીની પ્રતિમાને વાજતે ગાજતે ઉત્સાહભેર ગણેશજીની પ્રતિમાના પંડાલો બનાવી ડેકોરેશન સાથે શણગાર કરી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ખાસ કરીને બારીયા સમાજના યુવાનોમા ગણેશજીના ઉત્સવનો અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે, ગણેશ ઉત્સવને પગલે ભકતો ગણેશજીની ભક્તિમાં રંગાઈને લિન બન્યાં છે દરેક ગામમાં પ્રસાદી તેમજ બેનરોનું વિતરણ કરવા માટે 25થી વધુ યુવાનો જોડાઇને પ્રસન્સનીય કામગીરી કરી હતી સમાજના યુવા સંગઠનની કામગીરીને દરેક યુવાનો ,વડીલો તેમજ માતા બહેનો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો દરેક ગામના યુવાનો તેમજ વડીલોએ જણાવ્યું હતું કે મેવાસ બારીયા સમાજ દ્વારા યુવાનોએ જે યુવા સંગઠન બનાવી જે સંગઠન થકી કરવામાં આવતી પ્રસંશનીય કામગીરીને અમે બિરદાવીએ છે અને આવનારા દિવસોમાં યુવા સંગઠનની રચનાત્મક કામગીરીમાં પુરો સાથ સહકાર આપવાની સમાજ ના વડીલો એ પણ ખાત્રી ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here