નર્મદા જીલ્લાના તિલકવાડા ખાતેના રેંગણ ગામે પ્રેમમા પાગલ બનેલા યુવાને સગીર વયની યુવતીને મરવા માટે મજબૂર કરી

તિલકવાડા,(નર્મદા) આશિક પઠાણ :-

એક તરફી યુવતીના પ્રેમમા પાગલ યુવાને ઝેરી દવા યુવતીને આપી મરી જવાનુ કહેતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી મોતને ભેટતા સમગ્ર પંથકમાં ચકચાર

સગીર યુવતી ને પ્રેમ કરવા ઝેરી દવા પીવા મજબૂર કરનાર યુવાન સામે પોલીસ મથકમાં ફરિયાદ

નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકા ના રેંગણ ટેકરા ખાતે એક સગીર વયની યુવતી ને પોતાની સાથે પ્રેમ કરવા કરવા મજબુર કરનાર તેમજ પ્રેમ ન કરતા ઝેરી દવા આપી મરી જવા નુ કહેતા યુવતી એ ઝેરી દવા ગટગટાવી મોત ને નિમંત્રણ આપતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

બનાવ ની વાત કરીએ તો તિલકવાડા તાલુકા ના રેંગણ ટેકરા ખાતે રહેતો જયેશ સોમાભાઈ વસાવા નામનો યુવાન એજ ગામ મા રહેતી એક સગીર વયની યુવતી ના એક તરફી પ્રેમ માં પાગલ બન્યો હતો, આ યુવાન યુવતી નો અવારનવાર પીછો કરતો અને પોતાની સાથે પ્રેમ સબંધ બાંધવા સગીર વયની યુવતી ને દબાણ કરતો યુવતી એ તેને પ્રેમ સબંધ બાંધવાની ધરાર ના પાડી હતી છતાં યુવાન યુવતી ના પ્રેમ મા પાગલ બન્યો હતો, યુવાને ઝેરી દવા લાવી યુવતી ને આપી હતી અને જણાવ્યું હતું કે તુ આ ઝેરી દવા પી મરી જા યુવાન ની વાત સગીર વયની યુવતી ને મન ઉપર લાગી આવતા યુવતી એ પોતાના ધરની પાછળ ખેતરમાં ઝેરી દવા ગટગટાવી હતી , ધરવાળાઓને ઝેરી દવા ગટગટાવી હોવાનું જાણવા મળતા દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આ ઈ હતી જયાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર મામલે સગીર વયની યુવતી ના પિતા એ પોલીસ મથકમાં યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી જેમા પોલીસે યુવાન સામે આપઘાત માટે દુસપ્રેરણા કરી મોત નિપજ્યા નો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here