કાલોલમાં કોરોના ગ્રસ્ત વિસ્તારમાં મકાનોને સીલ મારવા બાબતે વ્હાલા દવલાની નીતિના આક્ષેપો સાથે લોકોમાં રોષ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલમાં હાલમાં જ નવાપુરા વિસ્તારમાં આવેલા એક પોઝિટિવ કેસ બાદ શનિવારે સવારના સમયે તાલુકા હેલ્થ અધિકારી અને કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ વિસ્તારમાં મુલાકાત લઇ કેટલાક વેપારીઓ ના વેપાર ધંધા ન બગડે તે રીતે અમુક ઘરને સીલ મારવાની સૂચનાઓ આપેલી પરંતુ ત્યારબાદ રવિવારના રોજ બપોરના એકાએક નિર્ણય બદલાયો મામલતદાર ની મુલાકાત બાદ આ વિસ્તારની કેટલીક દુકાનો અને અને મકાનોને પણ સીલ મારવાની યાદીમાં ઉમેરો કરતાં વેપારીઓ અને રહીશોમાં ભારે કચવાટ જોવા મળેલો કેટલાક વેપારીઓએ સ્પષ્ટ આક્ષેપ કરીને જણાવ્યું કે કેટલાક આગેવાનો ના ઈશારે અમારા મકાનોને પણ સીલ મારવાની યાદીમાં ઉમેરવામાં આવેલ છે અમોએ વિરોધ કર્યો તો અમને પોલીસ કેસ કરવાની ધમકી પણ આપવામાં આવી છે બીજી તરફ એવું પણ માહિતી આવેલી છે કે જે લોકોના ઘરોને સીલ મારતા હતા તે લોકો વાદા વિરોધ કરતા બીજા ઘરો દુકાન ઉમેરવામાં આવેલ જોકે આ જ પ્રમાણે અગાઉ પણ શેઠ ફળિયા વિસ્તારમાં પણ વિવાદો થયા હતા. તથા નવાપુરાના વિસ્તારમાં પણ કેટલાક ઘરોને છોડી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા.લોકો ની સ્પષ્ટ માગણી છે કે વહીવટીતંત્ર ના સક્ષમ અધિકારી એટલે કે ઈન્સીડેનટર કમાન્ડર આ બાબતે તટસ્થ નિર્ણય લે અને લોકોને પડતી હાડમારી ઓ માંથી મુક્તિ અપાવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here