નર્મદા જીલ્લાના કોડબા ગામ પાસેથી રૂ.17.61લાખનાં વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ નર્મદા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા પોલીસ 3 પ્રશાંત સૂંબે નાઓ એ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નાબુદ કરવાની સુચનાનાં કરતા જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓને બાતમી મળેલ કે, એક કેસરી કલરનો આઇસર ટેમ્પો નં. જી.જે.-૩૧-ટી-૪૯૬૨ માં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલ હોય જેથી એલ.સી.બી.ના પો.સ.ઇ. એલ.સી.બી. ટીમ સાથે ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં ચોરીની તપાસમાં હોય તેમને બાતમીથી વાકેફ કરતા તેઓ તેમની ટીમ કોડબા ગામના બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી આ આઇસર ટેમ્પો આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઇવર નામ-ઠામ પુછતા તેમણે પોતાનું નામ સિધ્ધાર્થ મુકેશભાઇ તડવી રહે.દરબાર રોડ,વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે, રાજપીપલા, જી.નર્મદા તથા સાથે બેસેલ ઇસમનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ મલેક રમીઝખાન નાસીરખાન રહે.આરબ ટેકરા,દરબાર રોડ, રાજપીપલા હોવાનું જણાવેલ. તેમજ ટેમ્પાની ઝડતી કરતાં ઇગ્લીશ દારૂના બોક્ષ સંતાડીને હેરાફેરી કરતાં જણાઇ આવતા હોય ઇગ્લીશ દારૂના બોક્ષ તથા અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૧૭,૬૧,૬૫૦/-નો મુદ્દામાલ કબજે કરી સાગબારા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here