શહેરા તાલુકામાં ખેલ મહાકુંભ – 2021 – 22 અંતર્ગત શ્રીમતિ એસ.જે.દવે હાઈસ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ગુજરાત સરકારે દર વર્ષની જેમ ચાલું વર્ષ : 2021 – 22 વર્ષમાં રમતગમત ક્ષેત્રે વિકાસ ખેલ મહાકુંભનું યોજવાનું નક્કી કરેલ હતું. ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્ય 1.ખેલકૂદના વાતાવરણ નિર્માણ કરવું, 2. સ્વાસ્થ્ય જાગૃતિ અને 3. પ્રતિભા શોધ વિદ્યાર્થીઓમાં આવે તેવા ઉમદા હેતુથી અંડર 14 તેમજ 17 ગ્રુપ તેમજ Open ગ્રુપના સ્પર્ધકોને ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત તાલુકા કક્ષાએ શ્રીમતિ એસ.જે.દવે હાઈસ્કૂલ, શહેરા ખાતે ચેસ, યોગાસન, રસ્સાખેચ, વોલીબોલ, ખો ખો, કબડ્ડી વગેરે જેવી રમતો આયોજીત કરવામાં આવી હતી. જેના રમત ગમત કન્વીનર અમિષ દવે તેમજ સમગ્ર સંચાલન અને આયોજન સર્જન સંકુલ સંયોજક શહેરા તેમજ આચાર્ય વિપુલ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા રમત-ગમત અધિકારી પ્રકાશ કલાસવા તેમજ બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર, સમગ્ર શિક્ષા, શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર રમત-ગમત દરમિયાન મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પુરા આત્મવિશ્વાસ સાથે ખેલદિલીથી રમત રમવા આશીર્વચન તેમજ તાલુકા કક્ષાએ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરી જિલ્લા અને રાજ્ય કક્ષાએ પોતાની શ્રેષ્ઠ પ્રતિભા પ્રદર્શિત કરે સૌનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ડૉ. કલ્પેશ આર.પરમારના જણાવ્યા મુજબ સમગ્ર રમત-ગમત દરમિયાન શાળાઓના શિક્ષકો, આચાર્યો, કોચ તેમજ સમગ્ર શિક્ષા, શહેરા પરિવાર વિદ્યાર્થીઓને શાળાથી સ્થળ સુધી લાવવા માટે સહકાર આપ્યો હતો. તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. શિક્ષણ વિભાગના સહકાર બદલ તેમજ અમિષ દવે અને વિપુલ પાઠકના ઉત્તમ આયોજન તેમજ સંકલનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. વિજેતા ટીમ તેમજ વ્યક્તિ ગત સ્પર્ધકો જિલ્લા કક્ષાએ પોતાનું શ્રેષ્ઠ અર્પણ કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here