વાંકાનેરના લુણસરીયા થી કેરાળા તરફના મચ્છુ નદીમાંથી કોઝવે બ્રિજ બનાવી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સમસ્યા મુક્ત કરવા ખુશી ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

વાંકાનેર તાલુકાના લુણસરિયા થી કેરાળા તરફનો માર્ગ જે મચ્છુ નદીથી પસાર થઈ નેશનલ હાઈવે ને જોડતો માર્ગ સરકાર દ્વારા કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા સહિત વિદ્યાર્થી અને ખેડૂતોને વાંકાનેર અવરજવર માટે મહત્વનો બ્રિજ બની શકે છે અને લુણસરિયા સહિતના અન્ય 14 થી 15 જેટલા આશરે ગ્રામ્ય વિસ્તારોને મચ્છુ નદીમાંથી ક્રોઝવે બ્રિજ થી ઝડપી મેડિકલ સારવાર પણ માટે અમદાવાદ કચ્છ હાઇવે રાજકોટ પહોંચવા માટે શોર્ટકટ અને સરળતા રહે તેમ છે હાલ વીસી ફાટક ધમાલ પર ફાટક સહિત અન્ય ફાટકો થી પસાર થવાથી ટ્રાફિક અને ટાઈમનો અભાવ સતત લોકોને રહે છે જેથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજાને આજના આધુનિક યુગમાં ટેકનોલોજી સમયમાં સમયસર વિકાસલક્ષી દિશામાં વણાંક આપી ખરા અર્થે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ અંતર્ગત ખુશી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવેલ છે કે વાંકાનેર તાલુકાના લુસારીયા થી કેરાલા તરફ ના નદીના માર્ગથી એટલે કે મચ્છો નદી માંથી કોઝવે બ્રિજ બનાવી જે ચોટીલા અમદાવાદ કચ્છ હાઇવે ને નેશનલ હાઈવે ને જોડતો માર્ગ છે તે કોઝવે બ્રિજ બનવાથી 15 થી 20 જેટલા ગ્રામ્ય વિસ્તારો ના ખેડૂતો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે તેમ છે જેની અવારનવાર રજૂઆત સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોના સરપંચ તેમજ સંસદ સભ્યોએ ધારાસભ્યોએ ભલામણ પણ કરેલ હોય છતાં પણ આજ દિવસ સુધી લુણસરીયા થી મચ્છુ નદી પસાર થતો કેરાળા તરફનો માર્ગ પર ક્રોજવે બ્રિજ ના બનતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ ખેડૂતો વિદ્યાર્થીઓને સહિત કેરાળા લુણસરિયાના મતદાર પ્રજા જનો ને અવરજવર વખતે ભારે હાલાકી મહેસુસ કરવી પડે છે જે વિકાસ લક્ષી સરકારના શાસનકાળમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ ની નિષ્ક્રિયતા કે આયોજનના અભાવે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ખરા હાથે વિકાસ ડિજિટલ યુગમાં આયોજનના અભાવે કે આળસના ગ્રહનું વાઇરસ આવી જતા લુણસરિયા કેરાળા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારની પ્રજા માં લાગણી માંગણી ઉઠવા પામી છે ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓને ગત તારીખ 3 6 2023 ના રોજ લેખિતમાં રજૂઆત કરી છે જે મચ્છુ નદી નો માર્ગ અને લેખિતમાં કરેલ રજૂઆત તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here