નર્મદા : કેન્દ્ર સરકારના એસપીરેશનલ ડિસ્ટ્રીકટના ઉડતા ધજાગરા…વિકાસના નામે આદિવાસીઓ મુશીબતમા મુકાયા !!!!

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

સેલંબા કુકરમુંડા રોડ પરના પરોડી ગામના પુલના નિર્માણમા વિલંબ થતાં રસ્તાનુ ધોવાણ

નર્મદા જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા એસપીરેશનલ ડિસ્ટ્રીકટ અંતર્ગત વિશિષ્ટ પ્રકારના પેકેજની અનેક જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ જીલ્લાના છેવાડાના આદિવાસીઓ આજે પણ મુળભુત સુવિધાઓથી વંચિત રહી ગયા છે, જયાં સુવિધાઓ છે તો ત્યા સિસ્ટમનો અભાવ આદિવાસીઓને યાતના ભોગવવા મજબૂર કરતો હોય છે.

ચોમાસાની સીઝન દરમ્યાન હાલ જીલ્લામા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઘણા ગામ સંપર્ક વિહોણા બન્યા હોવાનું પણ બહાર આવ્યુ હતુ, ત્યારે હવે પાછુ સાગબારા તાલુકાના કેટલાક ગામોના લોકોને સમયસર પુલનુ નિર્માણ ન થતાં તેમજ ડાયવર્ઝનની યોગ્ય સુવિધાઓ ઉભી ન કરાતા રસ્તાનુ ધોવાણ થતાં ગામના લોકોને ચોમાસાની સીઝનમા ચાર ચાર કિ.મી. ફરીને પોતાના ગામમા જવુ પડતુ હોય ગ્રામજનોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે .

પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા તાલુકાના સેલંબા અને કુકરમુડા રોડ ઉપર પરોડી ગામ ખાતેની નદી ઉપર પુલ બનાવવા માટેનુ કામ એજન્સીને સોપવામાં આવેલ કોરોના સહિતના અન્ય કારણસર કામગીરીમા વિલંબ થતાં પુલનુ નિર્માણ થઇ શકયુ નહી,સાથે ડાયવર્ઝન બનાવવામા આવેલ પરંતુ તેની ગુણવત્તા જ તકલાદી હોય ને નદીમા પાણી આવતા ડાયવર્ઝન સહિત રસ્તાનુ ધોવાણ થતાં રસ્તો વાહન વ્યવહાર સહિત અવર-જવર માટે બંધ થયો હતો.

રસ્તો બંધ થતાં ખોલવામાં, બરકતુરા, નેવડીઆંબા, બેડાપાણી, ઉમરાણ અને ખૈરપાડાના લોકો માટે મુશ્કેલીના મંડાણ થયેલ છે, આ ગામના લોકોને પોતાના ગામમા અવર-જવર માટે ચાર ચાર કિ.મી. પરોડી ગા થી પેચરીદેવ જતા માર્ગ ઉપર થઇને વાયા ભોગવટ ગામ થઇને જવું પડતું હોય ને પારાવાર મુશ્કેલીમા મુકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here