છોટાઉદેપુર : કવાંટ તાલુકાના તુરખેડા ગામની આજુ બાજુના વિસ્તારના કુદરતી દ્રશ્યો બન્યા આહલાદક

બોડેલી(છોટા ઉદેપુર),
ઈમ્તિયાઝ મેમણ

ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના છેવાડાનું ગામ તૂરખેડા જે તેની પ્રાકૃતિક સુંદરતા,લીલાછમ પહાડો અને આદિવાસી પરંપરા માટે જાણીતું બન્યું છે આ સ્થળે જવા માટે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાથી પૂર્વ દિશા તરફ પાકા ડામર રસ્તા કડીપાણી તરફ જતા રસ્તામાં રાયસીંગપુરથી આગળ મોગરા અને મોટીચીખલી ગામથી ૭ થી ૮ કિલોમીટર પહાડના રસ્તાથી તૂરખેડા પહોંચી શકાય છે એક માર્ગીય રસ્તો અને વચ્ચે અનેક નાના નાળા પસાર કરી પહાડના રસ્તાઓ પસાર કરવાના હોવાથી નાની ગાડીઓ ચોમાસા દરમિયાન લઇ જવી હિતાવહ નથી રસ્તાઓ પહાડને અડીને આવેલા હોવાથી ચોમાસામાં વધુ વરસાદ હોવાથી પથ્થરો પાણી સાથે રસ્તા પર ધસી આવે છે એટલે સાવચેતી રાખવી અનિવાર્ય છે તૂરખેડા પહોંચતા જ જે કુદરતી સૌંદર્યના દ્રશ્યો નઝરે પડે છે જે તમારી આંખોને અને મનને શાંતિનો અનુભવ કરાવે છે અહીંથી વાદળો પહાડોને સ્પર્શીને સતત ગતિ કરતા હોવાથી આપણના શરીરને સ્પર્શ કરતા અનોખો આનંદ પ્રાપ્ત થાય છે અહીંયા આદિવાસી સમાજના લોકો વર્ષોથી છુટાછવાયા મકાનોમાં રહે છે જેઓ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે પહાડોમાં ખેતી કામ કરી મકાઈ,તુવેર,અડદ,શાકભાજી જેવી ખેતીને જોવાનો અનોખો અને અદભુત નઝારો જોવાલાયક છે પહાડોની ટોચ પર ખેતી કરવી એટલે સાક્ષાત મોતને ભેટવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ગુજરાતનું છેલ્લું છેવાડાનું ગામ સુધી પાકો ડામર રસ્તો,વીજળી અને પાણી,શિક્ષણની વ્યવસ્થાઓ સરકારે અને વહીવટીતંત્રએ ભારે જહેમતથી પહોંચાડી છે તૂરખેડા ગામની હદ પૂર્ણ થતા કુલ ત્રણ રાજ્યની હદ જોડાયેલી છે જેમાં ગુજરાત,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે સરકાર તૂરખેડાને જો પ્રવાસન સ્થળ તરીકે જો વિકસાવવામાં આવે તો આ વિસ્તારની કાયાપલટ થઇ શકે તેમ છે અહીંના આદિવાસી વિસ્તારનો વિકાસ થતા રોજગારીની અનેક તકો મળતા સ્થાનિક આદિવાસી સમાજના ખેડૂતો આત્મ નિર્ભર બની બમણી આવક મેળવી શકે તેમ છે તૂરખેડા ત્રણ રાજ્યોની હદથી જોડાયેલી હોવાથી પ્રવાસનક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવે તો ત્રણેય રાજ્યના લોકો આ સ્થળની મુલાકાત લેતા સરકારની આવકમાં પણ વધારો થાય તેમ છે તૂરખેડા ખીણો,પહાડો અને નર્મદા નદીથી ઘેરાયેલો વિસ્તાર છે જેમાં પ્રકૃતિ ચારેય દિશાઓમાંથી સોળે કળાઓથી ખીલી ઉઠી છે જેને જાતઅનુભવથી કંડારીને કોઈ ઇતિહાસકાર કે કવિ જ તેની સુંદરતા,કલ્પના વિષે લખી શકે “હરી હરી વસુંધરા પે, નીલા નીલા યે ગગન, કે જીસ પે બાદલો કી પાલકી, ઉડા રહા પવન, દીશાએ દેખો રંગ ભરી, ચમક રહી ઉમંગ ભરી, યે કીસને ફૂલ પે કીયા શ્રીંગાર હૈ, યે કોન ચિત્રકાર હૈ..યે કોન ચિત્રકાર હૈ”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here