પોલીસને ગેરમાર્ગે દોરવા વસીમ શેખે પોતાના કાકા સાથે મળી ષડયંત્ર રચ્યો

સેલંબા, (નર્મદા) આશિક પઠાણ :-

પોતાની નિર્દોષ માસુમ દીકરીને પણ ષડયંત્રનો ભોગ બનાવનાર વસીમ શેખ ઉપર ચારો તરફથી ફિટકાર

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ના ફરિયાદી વસીમ શેખ પોતે જ પોતાના કૌટુંબિક કાકાની સાથે મળીને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપજે નું કહી તેમજ પોતાની માસુમ સાત વર્ષની દીકરી ઉપર પણ રેડિયમ કટર થી ઇજા પહોંચાડી પોલીસને ગેરમાર્ગે દોરી પોલીસની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરતો હોવાનો પોલીસ તપાસમાં બહાર આવતા તેના ઉપર મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ પણ ફિટકાર વરસાવી રહ્યો છે.
સેલંબાના પ્રકરણમાં ફરિયાદી વસીમ શેખ તેના કૌટુંબિક કાકા નદીમ અમીન શેખ રહેવાસી મલાડ મુંબઈ ની સાથે મળીને પોતાને ફોન ઉપર હત્યા કરવાની ધમકી આપવાનો જણાવ્યું હતું અને સમગ્ર ષડયંત્ર રચે છે તેમ જ પોતાની માસુમ દીકરી ઉપર રેડિયમ કટરથી ઇજા કરી તેને ઇજાગ્રસ્ત કરે છે આ સમગ્ર મામલે માસુમ બાળાનો કાઉન્સેલિંગ કરી તેમ જ નદીમ શેખ ની અટકાયત કરી આ સમગ્ર પ્રકરણને નર્મદા જિલ્લા પોલીસે ઉજાગર કર્યો છે, જેમાં નદીમ શેખ રહેવાસી મલાડ મુંબઈ ના હોય તેને વસીમ શેખ ફોન કરી તેને હત્યા કરવાની ધમકી આપવાનો જણાવ્યું હોવાની કબુલાત કરી હોવાની નર્મદા જિલ્લા પોલીસ વડા એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું .

આમ સમગ્ર પ્રકરણમાં પોતાને ફોન ઉપર ધમકી આપવી અને પોતાના ઉપર હુમલો કરવો તેનો સમગ્ર પણે માસ્ટર માઈન્ડ ફરિયાદી પોતે જ વસીમ શેખ જ નીકળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here