નર્મદા કલેકટરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે પશુધન જાગૃતિ અભિયાન અંગેની બેઠક યોજાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં પશુધન જાગૃતિ અભિયાનના કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા સહિત અન્ય મંત્રી ઓની વિશેષ ઉપસ્થિત રહેશે

નર્મદા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપે પશુધન જાગૃતિ અભિયાન હેઠળ આકાંક્ષી જિલ્લા નર્મદામાં આગામી તા. ૧૪ મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ કેન્દ્રીય મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમ શ્રી. અંબુભાઇ પુરાણી હાઈસ્કૂલ કેમ્પસમાં અને પશુઓનો જાતિય આરોગ્ય કેમ્પ નાંદોદ તાલુકાના ભદામ ટેકરા ખાતે યોજાનાર કાર્યક્રમ અંગેને બેઠક જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

કેન્દ્રીય મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા, કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રીશ્રી રાઘવજી પટેલ, રાજ્યના મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકી અને રાજ્યના આદિજાતી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં પશુધન માટે ફર્ટીલીટી કેમ્પ,પશુપાલકો માટે જાગૃતિ સેમિનાર, A-HELP (Accredited Agent for Health & Extension of Livestock Production) પ્રોજેક્ટનો કાર્યક્રમ શુભારંભ અને રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ MAITRI કાર્યકરોને કીટ વિતરણ કાર્યક્રમ થનાર છે. જેમાં મુખ્યત્વે ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વ્રારા તા. ૦૫.૦૮.૨૦૨૩ થી ૧૫.૦૮.૨૦૨૩ દરમ્યાન સંબંધિત રાજ્યના પશુપાલન વિભાગ અને રાજ્યની પશુપાલન યુનિવર્સીટીઓના સહયોગથી દેશના ૧૧૨ આકાંક્ષી જિલ્લાઓમાં ફર્ટીલીટી કેમ્પ-કમ-જાગૃતિ સેમિનારનું આયોજન થનાર છે જેમાં ગુજરાતના આકાંક્ષી જિલ્લા નર્મદા જિલ્લામાં તા.૧૪.૦૮.૨૦૨૩ ના રોજ ફર્ટીલીટી કેમ્પ-કમ-જાગૃતિ સેમિનારનું આયોજન કરેલ છે.

A-HELP યોજના હાલમાં ગ્રામવિકાસ વિભાગ હેઠળ કાર્યરત NRLM યોજના રાજ્યની પશુસખીઓને તાલીમ આપી A-HELP તરીકે કામગીરી કરાવવા માટે ભારત સરકાર તરફથી ૧૦૦% સહાય રાજ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે તા. ૧૪/૦૮/૨૩ ના રોજ યોજના લોન્ચિંગ બાદ પશુ સખીઓને ૧૭ દિવસની તાલીમો આપી A Help બનાવવામાં આવશે જે પશુપાલન ખાતાની વિવિધ પ્રવુતિઓમાં ગ્રામ્ય કક્ષાએ મદદરૂપ બનશે.

તેમજ MAITRI (Multi Purpose Artificial Insemination Technician in Rural India કાર્યકરોને કીટ વિતરણ સંવર્ધન યોગ્ય પશુઓમાં કૃત્રિમ બીજદાનની કામગીરીનો વ્યાપ વધારવાની પ્રતિબદ્ધતા સાથે રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના હેઠળ કૃત્રિમ બીજદાન કાર્યકરોની સંખ્યા વધારવા માટે MAITRIs કાર્યકરો કાર્યરત કરવા ભારત સરકાર તરફથી ૧૦૦% સહાય રાજ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં પ્રથમ ફેઝના કુલ ૧૧૦ MAITRIs કાર્યકરો હાલ કાર્યરત છે. આ કાર્યકરોને ત્રણ માસની કૃત્રિમ બીજદાનની કામગીરી માટેની તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે અને તેઓને અંદાજીત રૂ. ૩૬,૦૦૦ ની કીટ પણ પુરી પાડવામાં આવી છે. બીજા ફેઝમાં વધુ ૩૨૦ MAITRIs કાર્યકરો માટે તાલીમ પૂર્ણ થયેલ છે અને તે પૈકીના નર્મદા જીલ્લાના કાર્યકરોને આજે કીટ આપવામાં આવી રહી છે. આ કાર્યકરો પશુપાલકના ઘર આંગણે કૃત્રિમ બીજદાનની સેવાઓ ઉપલબ્ધ કરાવશે જેથી નર્મદા જિલ્લામાં પશુ સંવર્ધન સેવાઓ વધુ સુદ્રઢ બનશે.

બેઠકમાં જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પશુધન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમના આગોતરા આયોજન સંદર્ભે તૈયારીઓ કરવા લાયઝનીગ કોઈ કચાસ રહી ન જાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો અને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહિવટદાર હનુલ ચૌધરી, (પ્રોબેશન અધિકારી) આઈ.એ.એસ. સુશ્રી પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ પશુપાલન અધિકારી જે. આર. દવે. નાયબ પોલીશ અધિક્ષક સુશ્રી વાણી દુધાતના સહીત સંબંધિત અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here