ધોરાજીના બહારપુરામાં ગંદકીનું સામ્રાજય… રાજકારણની દેન કે પછી તંત્રની લાપરવાહી…!!

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

નગરજનો રોગચાળા મા ધર ધર માંદગી ના ખાટલા મંડાય ત્યાર બાદ સફાઈ કામગીરી થશે

એક સરખો ટેક્સ લેવામા આવે છે તો એક સરખી સફાઈ સુકામે નહીં રાજકીય સભ્યો અને તંત્ર જનતા માંગે જવાબ જાગો જનતા જાગો

રાજકોટ જીલ્લા ના ધોરાજી મા નગરપાલિકા દ્વારા વરસાદ પછી જે સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ દવાનો છંટકાવ ફોગીગ ડીડીટી અને અન્ય કામગીરી કરવાની હોય છે પણ ધોરાજી નગરપાલિકા દ્વારા કચરા ની કામગીરી પણ નથી કરી શકતી છતા નગરપાલિકા તંત્ર ના પેટનુ પાણી હલતુ નથી અને હાલ ધોરાજી નુ બહારપુરા મા વીંછી ના દવાખાના પાસે મોટાભાગે ગંદકી થી ખદબદી રહ્યું છે ત્યારે ત્યાં ના રહેતા વોની અને ત્યાં થી નીકળતા રાહ દારી ઓ ભયંકર રોગ ચાળો ફેલાય તેવી ભીતી જોવા મળે છે ત્યારે નગરપાલિકા ની જનતા ના આરોગ્ય માટે સફાઈ બાબત ની બેદરકારી જોવા મળે છે ધોરાજી શહેર ને ભયંકર રોગ ચાળા તરફ ધકેલાશે અનેક વખત રજૂઆતો કરી હોવા છતા પણ ગંદકી થી ઉભરાતુ ધોરાજી શહેર પ્રત્યક્ષ બતાવવા ચેલેન્જ કરી રહ્યુ છે છતા સફાઈ ની કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી જોવા મળેલ નથી નગરપાલિકા ના સભ્યો અને તંત્ર ઓએ ધોરાજી શહેર ને અલગ અલગ કરી નાખેલ જેમા સફાઈ ની કામગીરી બાબતે કેટલાક વિસ્તારોમાં દરોજ અને એક આતરે અઠવાડીયે અને મહીના મા એક વખત અને અમુક વિસ્તારોમાં વર્ષો થી સફાઈ નથી થય ત્યારે તમામ નાગરિકો પાસે એક સરખો ટેક્સ ચુકવવા હોવા છતાં પણ ભેદભાવ ભરી નીતી સુકામે ધોરાજી નગરપાલિકા દ્વારા પ્રીમોનસુન ની કામગીરી થયેલ નથી તે ધોરાજી મા જગ જાહેર જોવા મળે છે ત્યારે કોના હુકમ ની રાહજોઈ રહ્યા છે સફાઈ વીભાગ મા લાખો રૂપિયા ચુકવવા મા આવતા હોવાવા છતા શહેરમાં ગંદકી જોવા મળે છે ત્યારે મછરો દ્વારા રોગચાળો ફેલાઈ જાય ત્યારે શહેરી જનો રોગ ચાળા થી ધર ધર માંદગી ના ખટલા ના મંડાણ થાય ત્યારે નગરપાલિકા ની કામગીરી જોવા મળે તેવી શહેરીજનો મા ચર્ચા ઓએ જોર પકડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here