નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા “વિશ્વ ગુજરાતી ભાષા દિવસ” ની ઉજવણી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

તા. ૨૪ ઓગસ્ટ, વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા કાલોલ તાલુકાની અલિંદ્રા પ્રાથમિક શાળા ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરી શાળાના શિક્ષકો તથા બાળકો સાથે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. જય જય ગરવી ગુજરાત, ગુજરાતી છું અને કડકડાટ ગુજરાતી બોલી શકું છું તેનો મને ગર્વ છે તેમ જણાવી નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ શાળાના શિક્ષકો તથા બાળકોને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ અતુલ ભાઈ પંડ્યા વિગેરે ઉપસ્થિત રહ્યા. શાળાના શિક્ષકો દ્વારા ગુજરાતી ભાષા અંગે સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here