ધોરાજીનાં દિપકભાઈ બગડાનું અવસાન થતાં પરીવારે ચક્ષુદાન કરી ચક્ષુદાન મહાદાન સુત્રને સાર્થક કર્યુ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

માનવસેવા યુવક મંડળને વીસમું ચક્ષુદાન મળ્યુ રાજકોટની સરકારી જી. ટી. શેઠ આંખની હોસ્પિટલ ખાતે ચક્ષુઓ પહોંચાડાયા

ધોરાજી શહેરનાં બહારપુરા વિજયનગરમાં રહેતા યુવાન દીપકભાઈ જેઠાભાઈ બગડાનું દુઃખદ અવસાન થતાં પરીવાર પર માતમ છવાઈ ગયો હતો તેમ છતાં તેમના ધર્મપત્ની અને પરીવારજનોએ હિંમત દાખવી માનવસેવાની ફરજ સમજી ઈશ્વર ઈચ્છા બળવાન સમજીને ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો અને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા ભોલાભાઈ સોલંકી ને ચક્ષુદાન કરવા બાબતે જાણ કરવામાં આવતા તેઓએ ધોરાજી સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર પાર્થ મેઘનાર્થી દ્વારા નિયમાનુસાર ચક્ષુઓ સ્વર્ગસ્થ ના ડેડ બોડીમાંથી લઈ ચક્ષુઓ બગડા પરીવારના હરેશભાઈ બગડા, સ્વ. દીપકભાઈ ના પત્ની અંજનાબહેન દ્વારા માનવસેવા યુવક મંડળને અર્પણ કરેલ હતા અને આ ચક્ષુદાન રાજકોટની સરકારી જી. ટી. શેઠ આંખની હોસ્પિટલ ખાતે માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા પહોંચતા કરવામાં આવ્યા. બગડા પરીવાર પર આવીપડેલ દુ:ખની ઘડીને સાંત્વના આપવા અને ચક્ષુદાન કરતી વેળાએ મુળજીભાઈ બગડા, સોમાભાઈ બગડા, એડવોકેટ રમેશભાઈ બગડા, એડવોકેટ કાંતિલાલ સોંદરવા, ડી. એલ. ભાષા સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને દુ:ખદ સમયે પણ બગડા પરીવારે સમાજને આંગળી ચીંધતો સંદેશો પાઠવ્યો કે માનવીના અવસાન બાદ દેહ રાખમાં માટીમાં ભળી જવાનો છે ત્યારે માનવ માનવના કામમાં આવે એથી રૂડું શું… જેથી સ્વજનનાં અવસાન બાદ ચક્ષુદાન કરવાથી અન્ય બે વ્યક્તિઓ નાં અંધકારમય જીવનમાં રોશની ફેલાઈ શકે એ માટે ચક્ષુદાન કરવુ જોઈએ આ તકે આખોનૃ દાન કરવા બદલ પરિવાર ની સેવાઓ અને ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાસોલંકી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here