દિવ્યાંગ લોકો માટે ૩જી ડિસેમ્બર ૨૦૨૧ વિશ્વ દિવ્યાંગતા દિવસે ખાસ મેડીકલ કેમ્પ સિવિલ હોસ્પીટલ ગોઘરા ખાતે યોજવામાં આવશે…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ભારત સરકારના સામાજીક ન્યાય અને અઘિકારિતા મંત્રાલય હેઠળના વિકલાંગજન સશકિતકરણ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં યુનિવર્સલ આઇડી ફોર ૫ર્સન્સ વીથ ડિસેબીલીટીઝ નો પ્રોજેકટ હાલ ચાલી રહેલ છે જે અંતર્ગત સમગ્ર પંચમહાલ જીલ્લાના દિવ્યાંગ વ્યકિતઓને ૫ણ આ પ્રોજેકટ હેઠળ યુ.ડી.આઇ.ડી. કાર્ડ મળવાપાત્ર છે.ભારત સરકારના વિકલાંગઘારો-૨૦૧૬ ના કાયદા મુજબ હવે કુલ ૨૧ પ્રકારની વિકલાંગતા ઘરાવનાર વ્યકિતને આ કાર્ડ મળવાપાત્ર છે. જેમાં હીમોફિલીયા,થેલેસેમિયા,સિકલસેલએનેમિયા,ઓટીઝમ,પાર્કિન્સન,સેરેબ્રલપાલ્સી,વામનતા,સ્નાયુઓની નબળાઇ જેવી અનેક વિકલાંગતાઓનો સમાવેશ થાય છે.જે અન્વયે પંચમહાલ જીલ્લાની સિવિલ હોસ્પીટલ ગોઘરા ખાતે ૩જી ડિસેમ્બર ૨૦૨૧ શુક્રવાર ના દિવસે માનસિક ક્ષતિવાળા , મુક બઘિર તથા અસ્થિવિષયક વિકલાંગ વ્યકિતઓ માટે ખાસ મેડીકલ કેમ્પ યોજી દિવ્યાંગતાનુ પ્રમાણ૫ત્ર આ૫વાનુ આયોજન કરવામાં આવ્યુ છે. તો દિવ્યાંગ વ્યકિતઓએ આ ખાસ કેમ્પમાં આઘારકાર્ડ, રાશનકાર્ડ અને ૩ પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે લઇ ગોઘરા સિવિલ હોસ્પીટલ ખાતે આવવાનુ રહેશે.આ ઉ૫રાંત જે દિવ્યાંગ વ્યકિતઓ પાસે જુના મેડીકલ પ્રમાણ૫ત્ર હોય તેમને આ કેમ્પમાંથી તેમની પેન્ડીંગ યુ.ડી.આઇ.ડી. કાર્ડની અરજીનો નિકાલ ૫ણ કરવામાં આવનાર છે તો આવા લોકોએ ૫ણ જુના મેડીકલ પ્રમાણ૫ત્ર,આઘારકાર્ડ,રાશનકાર્ડ,પાસપોર્ટ ૩ ફોટા લઇ કેમ્પમાં હાજર રહેવા વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here