દાહોદમાં એક વાર ફરી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ…સ્ટેટ વીજીલન્સની ટીમએ વિદેશી દારૂ ભરેલી દસ ગાડીઓ ઝડપી…

દાહોદ, સકીલ બલોચ (છોટાઉદેપુર) :-

ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમને મળેલ બાતમીના આધારે એકસાથે 10 ફોર વ્હીલર વાહનોમાંથી રૂા.44,50,140 નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો છે. 10 વાહનો, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા વગેરે મળી કુલ રૂા.79 લાખ નો મુદ્દામાલ ઝડપી પાડતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાતાં જિલ્લાના બુટલેગરો સહિત વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે બીજી તરફ આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હશે અને કોની પાસેથી લાવવામાં આવ્યો હશે? જેવી અનેક ચર્ચાઓ ભારે જોર પકડ્યું છે. સમગ્ર મામલે પોલીસે લગભગ 13 જેટલા વોન્ટેડ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગાંધી ના ગુજરાત માં દારૂ બંદી છે તેમ છતાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદ પર આવેલા દાહોદ જિલ્લા માં દારૂબંદી નું અમલીકરણ જોવા નથી મળી રહ્યું છે વારમ વાર છાપો મારવા માટે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ ટીમ દોડવું પડે છે અને જ્યારે રેડ પાડવામાં આવે છે ત્યારે દાહોદ જિલ્લા ની સ્થાનિક પોલીસ ઊંઘતી જ જોવા મળે છે જે થી હવે દાહોદ પોલીસ ની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.
લોક મુખે ચર્ચાય રહ્યું છે કે પોલીસ દ્વારા બૂટલેગરો પાસે થી મસ મોટો હફતો લેવામાં આવે છે પોલીસ ની રહમ નજર હેઠળ દાહોદ જિલ્લા માં ઘણી જગ્યાઓ પર દારૂ નો અવેધ વેપાર ચાલી રહ્યું છે હવે આ વાત માં કેટલી હકીકત છે કેટલી નહિ આ તો ઉપરી અધિકારીઓ ની તપાસ દ્વારા જ ખબર પડે તેમ છે.

પેહલા પણ દાહોદ માં ગાંધીનગરની વીજીલન્સની ટીમ દ્વારા કસ્બા વણકરવાસમાં માં ચાલતા એક મસ મોટા જુગારધામ ઉપર રેડ કરી ને શકુનિઓ ને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે ત્યારે પણ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને ત્યારે માત્ર ને માત્ર એક જ પોલીસ અધિકારી ને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો શું આ વખતે કડક કાર્યવાહી થશે કે કેમ એ પણ એક સવાલ છે ?.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here