તુષ્ટિ પ્રોજેક્ટ મારફત બાળકો માટે આરોગ્ય કેમ્પ યોજાયો…

દ્વારકા, પ્રવાસી પ્રતિનિધિ

તા:-૧૮/૦૮/૨૦૨૧ ના રોજ શ્રી એલ. એન. પરમાર હાઇસ્કુલ, ભાટીયા મુકામે સરકારશ્રી તથા નયારા એનર્જીના સંકલનથી દેવભૂમિ દ્વારકામાં ચાલતા તુષ્ટિ પ્રોજેક્ટ(અમલીકરણ સંસ્થા જે.એસ.આઈ.  આર. એન્ડ ટી. ફાઉન્ડેશન, દિલ્હી)દ્વારા કુપોષિત બાળકો માટે આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ જેમાં બાળ વિકાસ યોજના અધિકારી શ્રી, રમાબેન ડાભી, આરોગ્ય વિભાગ માંથી મેડીકલ ઓફિસરશ્રી કીર્તિ સાહેબ તથા જીતુ સાહેબ, શ્રી એલ. એન. પરમાર હાઇસ્કુલના ટ્રસ્ટીશ્રી હાજર રહી બાળકો તથા વાલીઓને પ્રોત્સાહિત કરેલ. આરોગ્ય કેમ્પમાં બાળકોની તપાસ ડો. મુન્દ્રા સાહેબ મારફત કરવામાં આવેલ, વાલીઓનું સંપરામર્શ, આંગણવાડી વર્કર બહેનો મારફત પુરક પોષણ(ટેક ટુ હોમ રાશન)માંથી બનતી વિવિધ વાનગીઓ નું પ્રદર્શન અને કુપોષણ માંથી સુપોષણ તરફ ડગલું માંડતા આદર્શ પરિવારનું સન્માન કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here