તિલકવાડા સામાજિક વનીકરણ રેન્જ અને એકલવ્ય સ્કૂલ પ્રશાસન દ્વારા વૃક્ષારોપણ કરીને વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

હાલ માં વિવિધ વિસ્તારોમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં તિલકવાડા નગરના ગણસીદા કોલોની પાસે આવેલી એકલવ્ય સ્કૂલ ખાતે તિલકવાડા સામાજિક વનીકરણ રેંજ અને તિલકવાડા ભાજપા ના સહયોગ થી 150 થી વધુ વૃક્ષો વાવીને વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

હાલમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે વૃક્ષોની અછત જોવા મળી રહી છે ઓક્સીજનની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે આવા સમયમાં વૃક્ષો વાવીને ઓક્સીજનની જરૂરિયાત પૂરી કરી શકાય છે જેમાં આજ રોજ તિલકવાડા નગરના એકલવ્ય સ્કૂલ ના પ્રાંગણ ખાતે તિલકવાડા ફોરેસ્ટર જે એ સોલંકી વજીરીયા રાઉન્ડ ફોરેસ્ટર એસ બી વસાવા તિલકવાડા તાલુકા ભાજપા પ્રમુખ બાલુભાઈ બારિયા તિલકવાડા ગ્રામ પંચાયત સરપંચ અરૂણભાઇ તડવી એકલવ્ય સ્કૂલ ના પ્રિન્સિપાલ સહિત સ્કૂલ ના શિક્ષકો યુવા કાર્યકર્તાઓ અને યુવાનો દ્વારા એકલવ્ય સ્કૂલ ના પ્રાંગણ ખાતે વડ પીપળો લીમડો નીલગીરી સહિત વિવિધ પ્રકારના 150 થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને પ્રકૃતિ ને બચાવવા અને પર્યાવરણનું જતન થાઈ તે ઉદ્દેશ્ય સાથે એક પ્રયાસ કરીને વિવિધ પ્રકાર ના વૃક્ષોનું વાવેતર કરીને વન મહોત્સવનો ઉજવણી કરવામાં આવી.

વધુમાં વાત કરતાં તિલકવાડા ફોરેસ્ટર વિભાગ ના અધિકારી જે એ સોલંકી એ જણાવ્યું કે હાલમાં વૃક્ષોની ખુબ અછત જોવા મળી રહી છે અને કોરોનાની મહામારી ના સમયગાળા દરમિયાન ઓક્સીજનની જરૂરિયાત ઉભી થવા પામી હતી અને આ જરૂરિયાતને પહોંચી વળવા માટે વૃક્ષો એ કુદરતી ઉપાય છે જેનાથી આ ઓક્સિજનની અછત પૂરી કરી શકાય છે જેથી દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 10 વૃક્ષો નું વાવેતર કરવું જોઈએ અને આ વૃક્ષોનું જતન કરવું જોઈએ જેથી આવનારી પેઢીઓ માટે ઓક્સિજન ની અછત ન પડે અને તેઓ સુખેથી જીવન જીવી શકે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here