તિલકવાડા સરકારી હોસ્પિટલ સહિત જિલ્લામાં ઇન સર્વિસ ફરજ બજાવતા તબીબો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોકટરોની પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી જેના કારણે તબીબોમાં અસંતોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને ઇન સર્વિસ ડોક્ટર્સની માંગણીઓ ને વહેલામાં વહેલી તકે સ્વીકારવામાં આવે તે માટે તિલકવાડા સરકારી હોસ્પિટલ ના ડો આર જે રંજન સહિત નર્મદા જિલ્લાના સરકારી હોસ્પિટલોના ઇન સર્વિસ ડોક્ટર દ્વારા નર્મદા જિલ્લા કલેકટર સાંસદ ગીતાબેન રાઠવા અને સાંસદ મનસુખભાઇ વસાવા ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો 25 જૂન સુધીમાં ઇન સર્વિસ ડોકટરોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ને વિરોધ વ્યક્ત કરવામાં આવશે એવુ ઇન સર્વિસ ડોક્ટર એસોસિયેશને યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય ઇન સર્વિસ ડોક્ટર એસોસિયેશન ના પ્રમુખ પ્રેમકુમાર કન્નડ એ અખબારી યાદીમાં જણાવ્યું કે ગત મે મહિનામાં પરિવાર અને કલ્યાણ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતા માં ઇન સર્વિસ ડોકટરોને સાતમા પગાર પંચ સળંગ સેવા આદેશ / અનુસ્નાતક અભ્યાસ માટે ૨૫ ટકા અનામત બેઠક / બઢતી લાભ / સહિતની માંગણીઓ અંગે બેઠક યોજાઈ યોજવામાં આવી હતી જેમાં પ્રશ્નો અને માંગણીઓ અંગે સત્વરે ઉકેલ આવી જશે એવુ આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ આજદિન સુધી માંગણીઓ અંગે સંતોષકારક નિર્ણય લેવાયો નથી જેના પગલે આગામી 25 જૂન સુધીમાં ઇન સર્વિસ ડોકટરો ની પડતર માગણીઓ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો ડોક્ટરોના ના છૂટકે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here