તિલકવાડા નગરમાં પેવર બ્લોક બેસાડવાની કામગીરીમાં પોલમપોલ…

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડાં નગરમાં તંત્રની ખુલી પોલ એક સપ્તાહમાં પેવરબ્લોક ઉખડી જતા ગામ લોકોમાં ભારે રોષ

તિલકવાડાં નગરમાં થોડા દિવસ અગાઉ નવો રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી રોડ બનાવ્યાની સાથે રોડની બન્ને બાજુ પેવર બ્લોક બેસાડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે તિલકવાડાં ચોકડીથી લઈ નીચલી બજાર સુધી પેવર બ્લોક બેસાડવાના છે ત્યારે હાલમાં તિલકવાડાં ચોકડીથી વચલા બજાર સુધી પેવર બ્લોલની કામગીરી કરી દેવામાં આવી છે અને વચલા બજારથી નીચલા બજારની કામગીરી હાલમાં ચાલુ છે.

હજુ પેવર બ્લોક બેસાડવાની કામગીરીને એક સપ્તાહ પણ થયો નથી ત્યારે તિલકવાડાં ચોકડીથી વચલા બજાર સુધી કેટલાક વિસ્તારમાં પેવર બ્લોક ઉખડી ગુયેલા દેખાઈ રહ્યા છે પેવર બ્લોક ઉખડી ગયેલા દેખાતા તિલકવાડાંના નગરજનોમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે.

ગામ લોકોના કહ્યા મુતાબીક માત્ર રેતી નાખીને પેવરબ્લોક બેસાડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે લાખોના ખર્ચ કરીને બેસાડવામાં આવેલા પેવર બ્લોક માત્ર દેખાવ પુરતાજ નાખવામાં આવી રહ્યા હોય તેમ જણાય રહ્યું છે પેવર બ્લોક બેસાડવાની કામગીરી પૂર્ણ થયા પહેલા તો પેવર બ્લોક ઉખડી જતા તંત્ર દ્વારા ચલાવવામાં આવેલી પોલમપોલ ખુલ્લી પડી ગઈ છે આ પેવર બ્લોકમાં ખર્ચેલા લાખો રૂપિયા વ્યર્થના જાય અને આ પેવર બ્લોક મજબૂત રીતે બેસાડવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here