તિલકવાડા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની થયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ

આજ રોજ તિલકવાડા નગરની શ્રી કે એમ હાઇસ્કુલ ખાતે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી તિલકવાડા વહીવટીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ મત ગણતરી પર પડે તે માટે પૂરતી તકેદારી રાખિ કડક પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી.

થયેલી આ મત ગણતરીમાં તિલકવાડા તાલુકા પંચાયતમાં ભાજપ ને 10 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને 5 સીટો મળી છે અને અપક્ષ ઉમેદવાર ને 1સીટ મળી છે.

તિલકવાડા ખાતે થયેલી મતગણતરીમાં ચુડેશ્વર ગમોડ ગોલા તલાવડી કાટકોઇ રેંગણ સાવલી સીંધ્યપૂરા શીરા વજેરીયા વોરા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે દેવલીયા અગર જલોદ્રા ઉચાદ અને તિલકવાડા માં કોંગ્રેસ પાર્ટી ને જીત મળી છે અને વ્યાધર તાલુકા પંચાયતની સીટ માં અપક્ષ ઉમેદવારની જીત નોધાઈ છે તો બીજી બાજુ અગર દેવલ્યા અને તિલકવાડા જિલ્લા પંચાયત એમ ત્રણેય જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે.

તિલકવાડા તાલુકામાં થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ભાજપના કાર્યકર્તાઓ વહેલી સવારથી જ મતદાન કેન્દ્રોની બહાર મોટી સંખ્યામાં ઉમટી પડેલા જોવા મળ્યા હતા અને દરેક જીતેલા ઉમેદવારો ને ઢોલ-નગારા સાથે ખુશી બનાવી ને અભિનંદન પાઠવ્યા હતા.

તો બીજી બાજુ તિલકવાડા તાલુકા પંચાયત ની સીટ માં કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર ની જીત થતા તિલકવાડા નગરમાં કોંગ્રેસ ના કાર્યકર્યાઓમાં ભારે ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તિલકવાડા તાલુકા પંચાયત ના ઉમેદવાર લીલાબેન પુંજાભાઈ તડવી ની જીત થતા નગરજનોએ તેઓને ફૂલ હાર પહેરાવી ને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here