કાલોલ : જિલ્લા/તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવી કોંગ્રેસ મુક્ત બન્યો તાલુકો

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ તાલુકામાં જિલ્લા/તાલુકાની સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લાની-૫ આને તાલુકાની-૨૨ બેઠક પર વિજય મેળવી ભાજપનો ભગવો લહેરાવ્યો.જ્યારે બે સીટો અપક્ષના ભાગે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને ભાજપાના વિકાસ એજન્ડા સાથે સહમત સ્થાનિક મતદારોએ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાની પેનલોને મન મિકી મત આપતા કાલોલ તાલુકા પંચાયતમાં સતત પાંચમી વખત.
કાલોલ તાલુકામાં જિલ્લા/તાલુકાની બેઠકો માં જિલ્લાની-૫ આને તાલુકાની-૨૨ બેઠકો પર ભાજપાનો ભગવો લહેરાયો છે. તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકો પૈકી માત્ર બે જ બેઠક પર ભાજપાના ઉમેદવારને પરાસ્ત કરી અપક્ષ ઉમેદવારે બાજી મારી લીધી છે. સોમવારના રોજ થયેલ મતગણતરીના પરિણામોને લઈ તાલુકા કક્ષાએ મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસનું અસ્તિત્વ જોખમાયું છે. ગત ચૂંટણીમાં 6 બેઠકો પર પ્રભુત્વ જાળવનાર કોંગ્રેસનો એક પણ ઉમેદવાર આ ચૂંટણીમાં નહિ જીતતા કાલોલ તાલુકા પંચાયત હાલના તબક્કે કોંગ્રેસ મુકત બની છે. પરિસ્થિતિ પારખી ગયેલા કોંગ્રેસના સ્થાનિક કદાવર નેતાઓ પૈકી માત્ર નિરવ પટેલના ધર્મપત્ની એ જ વેજલપુર જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું જેઓનો પણ વિજયથી વંચિત રહ્યા છે. આ સાથે જ કુલ 6 બેઠકો પર કેજરીવાલ પ્રેરિત આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પણ કરુણ રકાસ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here