તિલકવાડાં વહીવટીતંત્ર દ્વારા ત્રણ ટિમો બનાવીને તાલુકાના વિવિધ વિસ્તારોમાં લોકોને મતદાન માટે જાગૃત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ સંદર્ભે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ અસારી ના માર્ગદર્શન મુજબ અને તિલકવાડાં મામલતદાર આર.જે ચૌહાણ ની નિગરની માં તિલકવાડાં વહીવટી તંત્ર દ્વારા ત્રણ ટિમો બનાવી તિલકવાડાં તાલુકાના વિવિધ વિસ્તારોમાં લોકોને ને મતદાન માટે જાગૃત કરવાની કામગીરી હાથધરવામાં આવી.

આ તાલીમી આયોજન અન્વયે ઝોનલ ઓફિસર હિમાંશુ જે પટેલ.અસિસ્ટન્સ ઝોનલ ઓફિસર રામજીભાઈ રોહિત અને માસ્ટર ટ્રેનર પ્રવીણકુમાર પરમાર સહિત અન્ય કર્મચારીઓ દ્વારા તિલકવાડાં તાલુકાના જલોદ્રા ઉતાવળી કરેલી સેવાડા ઉધેમાંડવા અગગર પહાડ ગમોડ સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને મતદાન વિસે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી તેમજ મતદાન ના દિવસે મતદાન કેન્દ્ર પર વિવિપેટ મસીન થી મતદાન કેવી રીતે કરવું તેનું પણ પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તે ઉપરાંત અન્ય જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલ વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો હોઈ તેની પણ સમજ અપાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here