તિલકવાડા નગરમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું…

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

પ્રવર્તમાન સમયમાં સમસ્ત વિશ્વ સહીત ભારતદેશમાં પણ કોરોના વાયરસે આતાંક મચાવ્યો છે, જેને ધ્યાનમાં લઇ સરકારે લોકડાઉન અમલમાં મુક્યું હતું અને એ લોકડાઉનના ચાર તબક્કા પૂર્ણ થયા પછી હાલ અનલોક-01 અમલમાં લાવ્યું છે તેમછતાં દેશમાંથી કોરોનાનો કાળો કહેર દુર થતો નથી જેથી WHO ના માર્ગદર્શન મુજબ અને ભારત સરકારના નિર્દેશોને અનુશરીને સમગ્ર દેશમાં સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય સેવકો સહીત સ્વયં સેવકો માનવ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે એવા ઉપચારોનું મફત વિતરણ કરી રહ્યા છે, જેમાં હોમિયોપેથીક દવા અને ઉકાળા (કાવા) નું વિતરણ સૌથી વધુ કરવામાં આવી રહ્યું છે. જેને અનુરૂપ છેલ્લા કેટલાય દિવસોથી નર્મદા જીલ્લાના આંતરિયાળ એવા તિલકવાડા નગરમાં અનેક જગ્યાઓ પર ઉકાળાનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ ગુજરાતમાં દિનપ્રતિદિન વધતા કોરોના કેસોને ધ્યાનમાં લઈને નર્મદા જિલ્લા આયુર્વેદિક શાખા અને ભારતીય જનતા પાર્ટી તિલકવાડાં તાલુકાના સહયોગથી ગતરોજ તિલકવાડાં નગરમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. તેમજ તિલકવાડાં નગરના દરેક વિસ્તારમાં ઘરે-ઘરે પહોંચીને દવાઓના વિતરણ સાથે સામાજિક અંતર તેમજ માસ્કનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેથી લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે અને લોકોનું કોરોના સામે રક્ષણ થાય તે હેતુથી સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરીને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here