આગામી શૈક્ષણિક વર્ષ 2020-21 માં વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં શિક્ષણની ફી ભરવી પડવાથી લોકડાઉનમાં આર્થિક સંકટમાં મુકાયેલા વાલીઓ ફી માફ કરવા વાલીઓએ સાગબારા ખાતે મામલતદારને આવેદન આપ્યું.

સાગબારા,(નર્મદા)
મનોજ પારેખ (સેલંબા)

રવિ પાકના ઉત્પાદન બાદ પણ લોકડાઉનના પગલે ખેડૂતોના ભાવ મળતો નથી અથવા માલ વેચાતો નથી માટે ખેડૂતોને પણ આર્થિક સંકટમાં હોવાથી તેમના સંતાનો ફી ક્યાંથી ભરશે ?

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના લોકડાઉનને કારણે સામાન્ય જનતા ખેડૂતો શ્રમજીવીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આગામી નવા સત્રથી નવું સત્ર શરૂ થતાં પ્રથમ સત્રમાં બાળકોને પ્રવેશ આપવા ફી ભરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, ત્યારે સાગબારા આદિવાસી યુવા પરિષદના વાલીઓ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2020-21 માં શાળા, કોલેજમાં શૈક્ષણિક ફી ભરવી પડવાથી લોકડાઉનમાં આર્થિક સંકટમાં મુકાયેલા વાલીઓ ફી માફ કરવા વાલીઓ એ સાગબારા ખાતે મામલતદારને આવેદન આપ્યું હતું.
જેમાં સાગબારા આદિવાસી યુવા પરિષદના ડો. કિરણકુમાર જે વસાવા સંયોજક આ.યુ.પ.ભારત, વસાવા યોગેશ કે., ગુલાબસિંગ ડી. વસાવા, વિરલકુમાર એચ વસાવા, અજયકુમાર જી વસાવાએ મામલતદાર સાગબારા,જિલ્લા શિક્ષણ અધિકારી નર્મદા, કલેકટર નર્મદા, મુખ્યમંત્રી ગુજરાત, રાજ્યપાલ, શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્યની વૈશ્વિક મહામારી કોવીડી 19 ના કારણે આગામી શૈક્ષણિક વર્ષ 2020 – 21 ની પ્રથમ સત્ર ની શૈક્ષણિક ફી માફ કરવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે સંપૂર્ણ ભારતમાં લોકડાઉનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જે હાલ પણ અવિરત પણે ચાલુ છે. જેના કારણે દેશમાં તમામ પ્રકારના ધંધા-રોજગાર ઠપ્પ થયેલ છે. અને ખેડૂતોને ખેતી માટે જરૂરી સગવડો પણ પૂરેપૂરી રહેલ નથી. તેમજ રવિ પાકના ઉત્પાદન બાદ પણ લોકડાઉનના પગલે ખેડૂતોના પાકનો કંઇ ખાસ ભાવ મળતો નથી અથવા માલ વેચાતો નથી માટે ખેડૂતને પણ આર્થિક સંકટ વેઠવાનો સમય આવેલ છે.
યેનકેન પ્રકારે તમામ વર્ગોના લોકોને આર્થિક સંકટનો સામનો કરવાનો વારો આવે છે. એવા સંજોગોમાં આગામી શૈક્ષણિક વર્ષ 2020 -21 માટે વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં શૈક્ષણિક થી ભરવી પડશે. પરંતુ આર્થિક સંકટના કારણે પહેલેથી જ દેવાદાર બનનાર ખેડૂતો અથવા નાના – મોટા રોજગાર કે ઉદ્યોગ કરનારા લોકોને આ શૈક્ષણિક ફી ભરવાની ચિંતા કોરી ખાઈ રહી છે.
માટે વાલીઓની શૈક્ષણિક ફી ભરવાની ચિંતા કરવા અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન આપવા માટે આગામી ક્ષેત્રે આગામી શૈક્ષણિક વર્ષ રાજ્યમાં પ્રથમ સત્રની ફી ને સંપૂર્ણપણે માફી આપવાની માંગ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here