ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિવસ નિમિતે શ્રી એલ.એન. પરમાર માધ્યમિક શાળાના સભા ખંડમાં કર્યક્રમ યોજાયો

દેવભૂમિ દ્વારકા,(પ્રવાસી પ્રતિનિધિ :-

આજ રોજ તારીખ 6 જુલાઈ 2021 ના રોજ ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી નો જન્મદિવસ શ્રી એલ.એન. પરમાર માધ્યમિક શાળા ખાતે શ્રી શ્રી સભા ખંડમાં સવારે 10:30 કલાકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જગાભાઈ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ છે આ સભાના અધ્યક્ષ સ્થાન જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડી એલ પરમાર સાહેબ સંભાળેલ હતું કે જેઓ જનસંઘ ના સ્થાપક અને ભારતીય જનતા પક્ષ ના પ્રેરણા સ્ત્રોત હતા તેઓએ અખંડ ભારતનું કાશ્મીર એક અંગ છે અને તેના ભાગલા હોઈ શકે નહીં તે વિચારીને બળ આપી પંડિત જવાહરલાલ નેહરુ સાથે મતભેદ થતા અને કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને ભારતીય જનસંઘ પક્ષની રચના કરી હતી અને ત્યાર પછી આ આ પાર્ટી ભારતીય જનતા પાર્ટી તરીકે પ્રસ્થાપિત થયેલ છે તેઓ કાશ્મીર અત્યારે જ નહીં પણ બંગાળાના ભાગલા થાય તેનો પણ વિરોધ હતા ભારતીય બંધારણ સભા ના સભ્ય પણ હતા અને ડો આંબેડકરજી સાથે પણ તેઓએ કાશ્મીરનું સ્પેશ્યલ દરજ્જો આપવો નહીં તે અંગે મત દર્શાવ્યો હતો કમનસીબે કાશ્મીરના અખંડિતતા મુદ્દે ૧૯૫૩ મા રાવી નદીના પુલ ઉપરથી પોલીસે તેમને ધરપકડ કરે અને પોલીસ કસ્ટડીમાં 23 જૂન ૧૯૫૩ના રોજ તેમનું અવસાન થયું . આ પ્રસંગે જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપ પ્રમુખ દિલીપભાઇ ચૌહાણ અને મંત્રીશ્રી પાયલબેન વાંઝા તેમજ ગાગા ગામના આગેવાન ગુમાનસિંહ વાઢેર નંદાણા ગામ ના આગેવાન એલા ભાઈ ચાવડા ગોકલપર ગામના આગેવાન મોહનભાઈન નકુમ તથા આજુબાજુના વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમમાં covid-19 ને લગતા તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું સંચાલન અને વ્યવસ્થા પ્રિયંક ભાઈ પરમાર અને રામભાઈ યે કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here