ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળામા પ્રાથમિક શિક્ષક તરીકે ૪૦ વર્ષ સુધી ફરજ બજાવી વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાની ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળામાં સતત ૪૦ વર્ષ સુધી ફરજ બજાવી વય નિવૃત્ત થઈ રહેલ જયશ્રીબેન જોષીના વિદાય સમારંભમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, કારોબારી અધ્યક્ષ ડૉ.કિરણસિંહ પરમાર, ડે.સરપંચ રમેશભાઈ તલાટી તથા ગ્રામ પંચાયત સદસ્યઓ,કિશાન મોરચાના સંજયસિંહ રાઠોડ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર,પીકેએસ હાઈસ્કૂલ ના પ્રિન્સીપાલ ગામ અગ્રણી રમેસભાઈ સુથાર, ભરતભાઈ બ્રહ્મભટ્ટ,કૃણાલભાઈ બ્રહ્મભટ્ટ,રાજેશભાઈ પરમાર એડવોકેટ એન્ડ નોકરી,રમેશભાઇ પટેલ,પેસેન્ટરના શિક્ષકો, સીઆરસી અક્ષયભાઈ પટેલ તથા ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળા આચાર્ય તથા શિક્ષકો,બીટ નિરીક્ષકો,સંઘ તથા સોસાયટી ના હોદ્દેદારો વિગેરે મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા.જયશ્રીબેન જોષી એ શરૂઆત થી અંત સુધી ૪૦ વર્ષ સુધી ની નોકરી ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળામાં જ પૂર્ણ કરી તે બદલ ધારાસભ્યએ અભિનંદન આપી નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી તથા સાલ ઓઢાડી સન્માન કર્યું હતું જેમાં કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોરે શિક્ષક તરીકે તેમની શ્રેષ્ઠ કામગીરી સાથે સાથે સેવામય જીવન તથા ફરજમાં નિયમિતતા જેવી બાબત ને પ્રેરણારુપ ગણાવી સન્માન કર્યું હતું જેમાં સમારંભમાં ઉપસ્થિત ડેરોલ સ્ટેશન ગામ અગ્રણીઓએ જયશ્રીબેનને પોતાની દિકરી ને વિદાય આપતા હોય તે રીતે વિદાય સાથે શુભેચ્છાઓ પાઠવી ત્યારે ઉપસ્થિત અનેકની આંખોમાં આંસુ આવી ગયાં. છેલ્લે સૌએ સાથે બેસીને ભોજન લીધું.સમગ્ર કાર્યક્રમ માટે ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકો અને સીઆરસી દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામપંચાયત તથા પેસેન્ટરના શિક્ષકોએ ખૂબજ સહયોગ પુરો પાડયો.અંતે રાજેન્દ્રભાઈ જોષી દ્વારા કાર્યક્રમ સમય ફાળવીને ઉપસ્થિત રહેનાર સૌનો આભાર વ્યકત કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here