ડેરોલ સ્ટેશનના બન્ને ભાઈઓના રિમાન્ડ દરમ્યાન પુરી રકમ રીકવર કરી,કોર્ટે જયુડી કસ્ટડીમા મોકલ્યા

kalol, mustufa mirza :-

કાલોલ પોલીસ મથકે ઠાકોરભાઈ મુળજીભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા નોંધાવેલ પોતાના બંને ભાઈઓ સામે ખોટુ કુલમુખત્યારનામુ અને ખોટુ સંમતીપત્ર બનાવી ત્રણ ભાઈઓ ના સંયુક્ત નામે કાલોલ તાલુકાના બલેટીયા ગામે નવા સર્વે નં ૪૧,૪૧,૫૨,૫૩ ની જમીનો ના જે જમીનો મા સરકારની મંજૂરી મેળવી ઈંટોના ભઠ્ઠા ચલાવવામાં આવતા હતા.જે પૈકી કેટલીક જમીનો ચારેક વર્ષ અગાઉ દિલ્હી વડોદરા મુંબઈ નેશનલ હાઇવેમાં સંપાદિત કરવામાં આવતા ગોધરા ખાતેમાં જમીન સંપાદન અધિકારી દ્વારા વળતર કેસ બનાવી સરકાર હેડે જમીનની મળવાપાત્ર કિંમત નક્કી કરી હુકમો કરવામાં આવ્યા હતા.જે પૈકી રૂ ૧૧,૪૮,૦૬૩/ અને રૂ ૧,૮૨,૪૩,૯૩૧ એમ કુલ મળીને રૂ ૧,૯૩,૯૧,૯૯૪/ મળવા પાત્ર રકમ થતી હતી તે તમામ રકમ ઠાકોરભાઈ મુળજીભાઈ ને આપ્યા વગર વિનોદભાઈ અને ભરતભાઇ એ પોતાના ખાતાંમાં જમા કરાવી પોતાના અંગત વપરાશ મા વાપરી નાખ્યા હતા જે બાબતે કાલોલ કોર્ટ દ્વારા ચાર દિવસ ના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજુર કર્યા હતા રિમાન્ડ દરમ્યાન કાલોલ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરી આરોપીઓ ના બેંક એકાઉન્ટ માંથી અને ઘરમાંથી ત્રીજા ભાગની રકમ અંદાજે ચોસઠ લાખ રૂપિયા રિકવર કર્યા છે. આટલા ટુંકા સમયમાં રિમાન્ડ દરમ્યાન આટલી મોટી રકમની રિકવરી પંચમહાલ જિલ્લામાં કદાચિત પહેલી જ વાર બન્યુ હોવાની ચર્ચા ચાલી રહી છે. આજ રોજ પુરા થતા કાલોલ કોર્ટ મા રજૂ કરી રીકવરી થઈ હોવાથી વધુ રિમાન્ડ નહિ માંગતા કોર્ટે બંને આરોપીઓને ગોધરા સબજેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here