ડેરોલ ગામની હાઈસ્કૂલમા ફી નહી લાવનાર માસુમ બાળકને લાફા ઝીકી બીભત્સ વર્તન કરતા ટ્રસ્ટી સામે પોલીસ મથકે રાવ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના ડેરોલ ગામ ખાતે આવેલ આર એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે નોન ગ્રાન્ટેડ પ્રાથમિક વિભાગમાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા માસુમ બાળક
કર્ણરાજ ગોપાલસિંહ ચાવડા ગત તા ૧૨/૦૪/૨૩ ના રોજ શાળાની વાર્ષિક પરીક્ષામાં પરીક્ષા આપવા શાળામાં ગયો હતો ત્યારે તેની ફી બાકી હોવાનું કારણ આપી શાળાના ટ્રસ્ટી દ્વારા ફી કેમ લાવતો નથી તેમ કહી જાહેરમા ડરાવી ધમકાવી બીભત્સ ભાષામાં ઠપકો આપી
ગાલ ઉપર લાફો મારી દીધો હતો જેથી માસુમ બાળક રડતો રડતો ક્લાસમાં બેસી ગયો હતો ઘરે આવીને બાળકે સમગ્ર વાત વાલીને કરી સ્કૂલે જવાની ના પાડતા વાલી દ્વારા સમગ્ર બાબતે કાલોલ પોલીસ મથકે લેખીત ફરીયાદ નોંધાવવા અરજી આપી છે. અરજીની તપાસ શરૂ કરતા ટ્રસ્ટીઓ, શિક્ષકો અને આચાર્યની પોલીસ મથકે દોડાદોડ વધી જવા પામી છે અને કાલોલ પોલીસ સ્ટેશનમાં આવેલ કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા વાલીને ફરિયાદ પરત ખેંચી લેવા માટે આનાકાની કરી હતી. બાળકને લાફો માર્યો છે તે ખરેખર ભૂલ થઈ છે શાળાનું નામ બદનામ ન કરો અને ફરિયાદ પરત ખેંચો તેવી વિનંતી ગામના અગ્રણી ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ સવાર થી બપોર અને ત્યારબાદ સાંજ સુધી પોલીસ અને વાલી સાથે ટ્રસ્ટી ઓ ની વાટાઘાટો દરમિયાન વાલી ગોપાલસિંહ જીવતસિંહ ચાવડા ફરીયાદ નોંધાવવા સિવાય અન્ય કોઇ વિકલ્પે નહિ માનતા પોતાના બાળક ઉપર ટ્રસ્ટી ફી બાબતે આવી રીતે હાથ ઉપાડી જાહેરમાં અપમાનિત કરતા કાયદેસર કાર્યવાહી કરવાના મૂડમાં જણાયો હતો. ઉલ્લેખનીય છે કે શાળામાં ફી ઉધરાવવાનું કામ જે તે વર્ગ શિક્ષક તેમજ ક્લાર્ક અને આચાર્યનું હોય છે તેથી આ કિસ્સામાં ફી બાબતે ટ્રસ્ટી એ શા માટે ઉઘરાણી કરી તે પણ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે વધુમાં મળતી માહિતી મુજબ આ શાળામાં ફી લીધા બાદ તેની કોઈ પાવતી આપવામાં આવતી ન હોવાની પણ ચર્ચાઓ જામી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તે અનિવાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here