નવાપરા નિકોલીનાં ખેડુત પાસેથી કેળા ખરીદી નાણાં ના ચુકવનાર વેપારીને અદાલતે એક વર્ષની સજા ફટકારી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નિકોલી નાં કેળા ના વેપારી ને સજા થતાં માલ તેમજ નાણાં લઈ ચેક લખી આપનાર તત્વો માં ફફડાટ

રાજપીપળા પાસે ના નવાપરા નિકોલી નાં એક ખેડુત ના કેળા નો પાક ખરીદી નાણાં ન આપનાર કેળા ના વેપારી ને અદાલતે ઍક વર્ષ નિ સજા ફટકારી હોવાનુ જાણવા મળ્યુ છે.

બનાવ ની વાત કરીએ તો ફરીયાદી હરેન્દ્રસિંહ ગોહિલ રહે. નવાપુરા નિકોલી ની ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, -આ કામનાં ફરીયાદી નવાપુરા મુકામે રહે છે અને તેઓની બાપદાદાની ખેતીની જમીન આવેલ છે , જેમા તેઓ કેળનું વાવેતર કરે છે.જયારે આ કામના આરોપી યોગેશકુમાર શૈલેષભાઈ વસાવા રહે . નવીનગરી, નીકોલી, તથા તેમના પિતા કેળા ખરીદવાનો ધંધો કરે છે આરોપીએ ફરીયાદી પાસેથી કેળના પાકની ખરીદ કરવાની તૈયારી બતાવતા આરોપીએ પાકની કિંમતની રકમ એકાદ મહીના બાદ આપવાનુ કહેતા આ કામનાં ફરીયાદીએ કેળનો પાક ટુટક ટુટક રીતે આ કામનાં આરોપીને આપેલ.જે કેળાના પાકની કુલ કી રકમ રૂા.૧,૮ર,૦૦૦/- નિકળતી હતી.જે પાક આ કામનાં આરોપી માહે ઓગષ્ટ ને ર૦ર૦ સુધી લઈ ગયેલ છે.સદરહુ બાકી રકમની ફરીયાદીએ આરોપી પાસે વારંવાર માંગણી કરતા આરોપીએ ફરીયાદીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા,આમલેથા શાખાનો રકમ ૧.૮૨ લાખ નો ચેક આપેલ.આ આરોપીએ ફરીયાદીને એવો વિશ્વાસ અને ભરોસો આપેલ કે,સદર ચેક બેંકમાં જમા કરાવશો તો નાણા મળી જશે.જેથી ફરીયાદીએ ચેકનો સ્વીકાર કરેલ.સદર ચેક આરોપીના કહયા મુજબ તા.૧૩/૧૧/ર૦ર૦ નાં રોજ ફરીયાદીએ તેમની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રાજપીપળા શાખામાં જમા કરાવતા સદર ચેક તા.૧૪/૧૧/ર૦ર૦ ના રોજ નાણાનો અભાવ વાથી ”ફંડ અનસફીસ્યન્ટ”નાં શેરા સાથે સ્વીકારાયા વગર પરત ફરેલ. કલમ- ૧૩૮ મુજબ ગુનો કરેલ છે. ઉપરોકત ચેક સ્વીકારાયા વગર પરત ફરતા ફરીયાદીએ આરોપીને તા.૦૫/૧૨/૨૦૨૦ રોજ તેમના એડવોકેટ જીતેન્દ્રસિંહ જે. ગોહિલ મારફતે નોટીશ આપેલી અને સદર ચેકના નાણા દિન-૧૫ માં ચુકવી આપવા જાણ કરેલી.જે નોટીશ આરોપી તા.૦૭/૧૨/૨૦૨૦ ના રોજ બજી ગયેલ છે તેમ છતા નોટીશનો જવાબ આરોપીએ આપેલ નહિ કે ચેકની રકમ પણ વસુલ આપેલ નહી.જેથી ફરીયાદીએ તેમના વકીલ જે જે ગોહિલ મારફતે આરોપી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરેલ .

આરોપી એ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયેનો ગુનો કરેલો હોય એડવોકેટ જે.જે. ગોહીલ ની દલિલો ને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી ને કસુરવાર ઠેરવી એક વર્ષ ની સજા ફટકારી હતી અને રૂપિયા ૧.૮૨ લાખ ચુકવવા નો પણ આદેશ ક્ર્યો આ કેસ જે ડી સોલંકી પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ અને એડી.ચીફ જયુડી.મેજીસ્ટ્રેટ નર્મદા મુ.રાજપીપળા.ની કોર્ટ માં ચાલેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here