ડભોઇ ૧૭ ગામ પટેલ સમાજ વાડી ખાતે આશા વર્કરોનું સંમેલન યોજાયું

ડભોઇ(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકામાં હેલ્થ સહિત અનેક કામગીરી કરનાર આશા વર્કરોના સન્માનમાં સરકાર દ્વારા દર વર્ષે યોજાતાં આશા સંમેલન નું આજે ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે ડભોઇ તાલુકા હેલ્થ કચેરીના ઉપક્રમે કરવામા આવ્યું જેમાં મોટી સંખ્યામાં આશા બહેનો હાજર રહી હતી. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આશા બહેનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હેલ્થ વિભાગ સાથે કદમ થી કદમ મિલાવી ગામે ગામ આરોગ્ય લક્ષી સેવાઓ પહોંચાડનાર આશાવર્કર બહેનોના સન્માનમાં દર વર્ષે આશા સંમેલન નું આયોજન કરતું આવ્યું છે ચાલુ સાલ પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ડભોઇ તાલુકા હેલ્થ કચેરીના ઉપક્રમે સત્તર ગામ પટેલ વાડી ખાતે આશા સંમેલન યોજાયું આ પ્રસંગે જિલ્લા આરોગ્ય આધિકારી મીનાક્ષીબેન, આરોગ્ય અધિકારી ડો.ભારતીબેન ધોળકિયા, કયુએમો,ઇ.એમ.ઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.ગુડિયારાની સિંન્હા દ્વારા દીપપ્રાગટય કરી સંમેલન ખુલ્લું મુકાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત આશા બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય,ગરબા,રાસ,ભજન સહિત કૃતિઓ રજુ કરી આનંદ માણ્યો હતો તો વર્ષ દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આશા બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here