ટીંટોઇ પોલીસે પ્રોહિબીશન નાકાબંધી દરમ્યાન એક સ્વીફટ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની જથ્થો ઝડપી પાડ્યો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

કુલ પ્રોહિ મુદ્દામાલ કિમત રૂપીયા ૧,૧૨,૮૦૦/- તથા સ્વીફટ ગાડીની કિમત રૂપીયા ૨,૫૦,૦૦૦/- મળી કૂલ મુદામાલ કિમત રૂપીયા ૩,૬૨,૮૦૦ ના મુદ્દામાલ સાથે પ્રોહિ ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં ટીટોઇ પોલીસ

શ્રી અભય ચુડાસમા સાહેબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર તથા સંજય ખરાત પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસા તથા શ્રી કે.જે.ચૌધરી.સા.નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓ તરફથી પ્રોહિબીશન નાકાબંધી તથા સઘન વાહન ચેકીગ કરવા સુચના આપવામા આવેલ,
ઉપરોકત સુચનાઓ અન્વયે શ્રી કે.કે.રાઠોડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ટીટોઇ નાઓના માર્ગદર્શન હેઠળ ટીટોઇ પોલીસના સ્ટાફના માણસો ગડાદર ખાતે પ્રોહિ નાકાબંધીમા હતા તે દરમીયાન એ.એસ.આઇ ખુમાનસિંહ ભાથીસિંહ બ.નં.૨૭૧ નાઓની અંગત બાતમી હકીકત આધારે નંબર વગરની સ્વીફટ ગાડીમાં પ્રોહિ પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ પેટીઓ નંગ-૧૬ જેમાં નાની મોટી બોટલ નંગ-૬૯૬ ની કિમત રૂપીયા ૧,૧૨,૮૦૦/- તથા સ્વીફટ ગાડીની કિમત રૂપીયા ૨,૫૦,૦૦૦/- ( બે લાખ પચાસ હાજર) નો મળી કૂલ મુદામાલ કિમત રૂપીયા ૩,૬૨,૮૦૦/- ના પ્રોહિબશીન મુદામાલ સાથે આરોપી મીતેશકુમાર બીપીનભાઇ ડામોર રહે.અસાલ ભિલોડા જી.અરવલ્લી નાનો અંધારાનો લાભ લઇ નાસી ગયેલ હોય જે નીચે મુજબના ઇસમો વિરુધ્ધ ધી પ્રોહિબીશન એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આમ ટીટોઇ પોલીસને પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ કરવામા સફળતા મળેલ છે.

વોન્ટેડ આરોપી-
(૧) સફેદ કલરની (મારુતી સુજિકી કમ્પનીની) નંબર GJ 31A 3525 નો ચાલક મીતેશકુમાર બીપીનભાઇ ડામોર રહે.અસાલ ભિલોડા જી.અરવલ્લી તથા તેની સાથે બેસેલ બીજો ઇસમ જેનું નામઠામ મળેલ નથી

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧)કે.કે.રાઠોડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ટીટોઇ પોલીસ સ્ટેશન
(ર) એ.એસ.આઇ.ખુમાનસિંહ ભાથીસિંહ બ.નં.૨૭૧
(૩) અ.હે.કો.રાજુભાઇ સોમાજી બ.નં.૩૬૦
(૪)અ.હે.કો.સુરેશકુમાર ગુણવંતસિંહ બ.નં.૩૦૯
(પ)આ.હે.કો રણજીતસિંહ કાંનસિંહ બનં ૨૧૯
(૬)ડ્રા.આ.પો.કો.ધર્મેન્દ્રકુમાર બબલદાસ બ.નં.૨૩૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here