ડભોઇ : એક મહિના અને છ દિવસ રોજા રાખી ખુદાની બંદગી કરતી દસ વર્ષની માસુમ બાળકી

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇની દસ વર્ષની સિમરન પઠાણે રમઝાન સહિત સસાઈદ ના છ રોજ રાખી ખુદાની ઈબાદત ગુજરી.
ડભોઇ જનતાનગર ખાતે રહેતા પત્રકાર સરફરાજ પઠાણની દસ વર્ષની બાળકી સિમરન પઠાણે રમજાન માસના રોજા સહિત 6 રોજા સસાઈદ ના રાખતા પરિવાર સહિત સ્થાનિક લોકોએ ખુશીની લાગણી સાથે સીમરન પઠાણની હિંમતને બિરદાવી હતી.
હાલ રમઝાન માસ પૂર્ણ થયેલ છે જ્યારે રમજાન પછી 6 રોજા રાખી સાતમા દિવસે ઈદ ઉજવવામાં આવે છે તેને સસાઈદ તરીકે ઓળખાય છે. જ્યારે ચૈત્રમાસની કાળઝાળ અને અગનગોળા વરસાવતી ગરમીમાં પણ દોઢ કિલોમીટર દૂર ચાલતા જઈ ભણતર અને પઢતર ની ફરજ સાથે ઇસ્લામી પણ ફરજ અદા કરી સતત 35 દિવસના રોજા રાખી નાની બાળકી એ ફરજિયાત કર્મને નજર અંદાજ કરતા લોકો અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જ્યારે આ રોજદાર બાળકી સીમરન પઠાણે કુરાન શરીફની તિલાવત, નમાજ,જિક્રો આયાત કરી આજરોજ સસાઈદ ના મોકા પર રોજદાર બાળકી એ પોતાના નગર ડભોઇ સહિત ભારત દેશ વિકાસના પંથે આગે કુચ કરે અને આખા વિશ્વમાં ભારત દેશ સફળતાના શિખરો આંબી પ્રતિઉત્તર પ્રગતિ કરે અને ભારત દેશ સલામત રહે તેવી દુઆ કરી હતી. સાથે ભારત દેશના તમામ નાગરિકો દરેક ધર્મ અને કોમ ના લોકો એક થઈ ભાઈચારા અને મહોબ્બત સાથે હળી મળીને રહે અને સર્વને અલ્લાહ સલામત રાખે તેવી અલ્લાહથી દુઆ ગુજારી હતી જ્યારે પરિવાર સહિત સ્થાનિકોએ નાની રોજદાર પર ગર્વ અનુભવી તેની હિંમત અને સબ્રને બિરદાવી સિમરન પઠાણને દુઆઓથી નવાજી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here