જરૂરતમંદો માટે આશાની કિરણ સમાન કહેવાતા ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મદદની અપીલ

મોરબી, આરીફ દીવાન :-

સુરેન્દ્રનગર અહીં આવેલા સુધારા પ્લોટ સર્કિટ હાઉસ સામે રાજકોટ હાઇવે સુરેન્દ્રનગર સહિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રના વિવિધ શહેર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સર્વ માનવ સેવા સાથે સાથે પશુ પંખીની સેવા કરતી સંસ્થા એટલે ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન તેમજ ભૂખ્યાને અન દુખીયાને ઓટલો પશુ પંખીને ચણપાણી આપી સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા છે જે છેલ્લા ત્રણ વર્ષથી તેની સેવાનો લાભ જરૂરિયાત મંદ લોકો લઈ રહ્યા છે સુરેન્દ્રનગર ખાતે કોરોના કાળ દરમિયાન જમવાની વ્યવસ્થા તેમજ જરૂરત મંદ દર્દીઓની મદદથી નિસ્વાર્થ ભાવે આપી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા પંથકમાં સેવાનું લાભ લેનાર મોટાભાગના લોકો પરિચિત છે ત્યારે હાલ આ સંસ્થાને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઈમરજન્સી એમ્બ્યુલન્સ શરૂ કરવા ઈચ્છુક હોવાથી મદદની તાથી જરૂરિયાત બની છે જેથી સખી દાત્તાઓના સહયોગથી ટૂંક સમયમાં સુરેન્દ્રનગર શહેર જિલ્લામાં દર્દીઓની સારવાર અંતર્ગત શરૂ કરવા ટ્રસ્ટીઓના પ્રયાસો છે તો સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો અને સખીદાતાવો દ્વારા ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે મદદ કરી આ સેવાલક્ષી કાર્યમાં લાભ લેવા સંસ્થાના પ્રમુખ અકબરભાઈ કટીયા ની એક અખબારી યાદીમાં જણાવ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી વિકલાંગો ના સરકારી યોજના ના લાભ આપવાના કેમ્પો કરી રહ્યા છે તેમજ વિવિધ સેવાઓ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે જેમાં સર્વે જ્ઞાતિના સમુહ લગ્ન પશુ પંખીને ચણપાણી કરો શિયાળાની ઋતુમાં ધાબળા વિતરણ સહિત મન બુદ્ધિના રોડ રસ્તા પર રજડતા વ્યક્તિઓ ના આરોગ્ય ને તંદુરસ્ત રહે તેવા હેતુસર નવરાવી ધોવડાવી સાફસુતરા કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડવાના પ્રયાસો ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત પ્રયાસો રહ્યા છે તેમાં સર્વે સંસ્થાના સભ્યો હોદ્દેદારો પોતપોતાની યથાશક્તિ પ્રમાણે સમય ફાળવી પરિસ્થિતિને ધ્યાન રાખી કોમી એકતા ના પ્રતીક સર્વ ધર્મ સેવા સ્વરૂપે વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે જે આવનાર સમયમાં સુરેન્દ્રનગર શહેર જિલ્લામાં દર્દીઓની સારવાર અંતર્ગત એમ્બ્યુલન્સ શરૂ કરવા માંગે છે જેથી આ સંસ્થાને મદદરૂપ થવા સખી દાતા ઓ સમક્ષ મદદની અપીલ કરવામાં આવી છે નોંધનીય છે કે વિવિધ સેવાકીય પ્રવૃતિ ખુશી ફાઉન્ડેશન સંસ્થા સેવાના કરેલ કામો ના ભાગરૂપે ઉપરોક્ત ફાઈલ તસવીરમાં દ્રશ્યમાન થાય છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here