કાલોલ નગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની નવ કિલો થેલી જપ્ત કરી દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગર પાલિકા દ્વારા આજરોજ સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્તી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા આપવામાં આવેલ આદેશ અનુસાર સેનેટરી ઇન્સ્પેક્ટર મયુરભાઇ ગોહિલ અને આરોગ્ય ટીમ દ્રારા કાલોલ નગર પાલિકા હદ વિસ્તારમાં અલગ અલગ હોલસેલ તથા છૂટક વેપારીને ત્યાં ચેકિંગ કરતા નવ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને રૂપિયા ૩૨૦૦/નો દંડ વસૂલ કરવામાં આવેલ છે જ્યારે આ કામગીરી આગામી સમય દરમિયાન પણ સતત ઉપરોક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છેકે કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ છતાં હજી પણ આ પ્લાસ્ટિકનો બેરોકટોક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી સરકાર દ્વારા તેનો ઉપયોગ કરવા પર દંડનીય કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે કાલોલ ના બજારમાં વેપારીઓ,શાકભાજી વિક્રેતાઓ, પાથરણાવાળા અને લારી ગલ્લાવાળા સિંગલ યુઝ પ્લાસ્ટિક નો હજી પણ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કાલોલ નગરમાં વધી રહેલા સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ પર અંકુશ લાવવા માટે સરકારની ગાઈડ લાઈન મુજબ કાલોલ નગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજરોજ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.પાલિકાની અચાનક કરવામાં આવેલી કાર્યવાહીથી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here