છોટા ઉદેપુર : બોડેલી તાલુકાના ઉંચાપાણ પી.એચ.સી ના કર્મચારી પરેશ પટેલનું દર્દીઓ સાથે અસભ્ય વર્તન.. દર્દીઓમાં ફફડાટ

ઉંચાપાણ,((છોટા ઉદેપુર) આરીફ પઠાણ :-

લોકોના હિતાર્થે સરકાર દ્વારા 24×7 નું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે તેમ છતાં રાત્રે કોઈપણ જાતની દવાઓ અને સારવાર દર્દીને મળતી નથી.. લોકોનું આરોગ્ય રામ ભરોસે

ઉચાપાણ પી એચ સી ના કર્મચારીઓ દર્દીઓ સાથે ગેરવર્તન કરાતા પી એચ સી માં દર્દીઓ જવા અચકાય છે. ડોક્ટરને પણ કામનું ભારણ હોવાથી હાજર રહેતા નથી કર્મચારીઓને છૂટોદોર મળતા મન ફાવે એવું વર્તન થતું હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે

મળતી વિગતો મુજબ બોડેલી તાલુકાના ઉંચાપાણના પી એચ સી સેન્ટર ઉપર કોરોનાથી રક્ષણ આપતી રશી કરણની કામગીરી ચાલી રહી છે. જેનો લાભ લેવા અને કોરોનાથી રક્ષણ મેળવવા ઉચાપાણના હલીમાંબીબી શરીફખાને પણ તા-૨૮/૮/૨૦૨૧ ના રોજ ઉચાપાણ પીએચસીમાં રસીકરણ કરાવ્યું હતું ત્યાર બાદ તેઓને અતિશય શરીર દુખાવાની અને શરદી થવાની પીડા અનુભવાતી હતી, જેના ઈલાજ માટે તેઓ પી એચ સી માં જઈને આરોગ્યના કર્મચારીઓ પાસે રસીકરણ કરાવ્યા બાદ તેમને શરીરમાં થતી તકલીફની જાણ કરી હતી ત્યારે આરોગ્ય કેન્દ્રમાં હાજર ફાર્મસીસ પરેશ પટેલે હલીમાં બીબીના રોગનું નિદાન કરવાના બદલે અચાનક ઉશ્કેરાઈ જઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી જણાવ્યું હતું કે તમારા લોકોની ચરબી વધી ગઈ છે. એક સરકારી જનસેવકના આવા અસભ્ય વર્તનથી ગભરાઈ ગયેલા મહિલા દર્દી દવા ગોળી લીધા વગર આરોગ્ય કેન્દ્રમાંથી પરત ફરવા મજબૂર બન્યા હતા. જ્યારે ગ્રામજનોની ચર્ચા મુજબ ઉચાપાણ પીએચસીમાં ભૂતકાળમાં પણ આવા ગેરવર્તનનોના ઘણા કિસ્સા સામે આવ્યા છે. પરંતુ કોઈ પીડિત સામે ન આવતા ઉચાપાણના કર્મચારીઓને છૂટો દોર મળી ગયો હોય એવું લાગી રહ્યું છે. તેમજ આવા કપરા સમયમાં પણ ઓપીડીના સમયે કોઇપણ ડોક્ટર હાજર ન રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તદઉપરાંત આરોગ્યના બેનર તળે અંધકાર જેવો માહોલ પ્રસરાતા રોગ પીડિતોને ખાનગી તબીબોના ખાટલે પૈસા રેડવાનો વારો આવ્યો છે, સરકારશ્રીની આરોગ્યલક્ષી સેવાઓને બદનામ કરતા જવબદાર કર્મચારીઓ શુ આવુ ગેર વર્તન કરવાનું મેહતાણું લઈ રહ્યા છે આવા અનેક પ્રશ્નો સામે ઝઝુમી રહેલા આરોગ્ય કર્મચારી સામે તંત્ર તપાસનો હુકમ કરી પગલાં ભરાશે કે નહીં હવે એ જોવુ રહ્યું…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here