છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલ માં દર્દીઓના બળાપા, યોગ્ય સારવાર ન થતાં ગરીબ પ્રજાજનોને હાલાકી ભોગવવાનો વારો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર નગર ખાતે આવેલી જીલ્લાની સૌથી મોટી હૉસ્પિટલ માં ગામે ગામ થી દર્દીઓ સારવાર કરાવવા અર્થે આવતાં હોય છે પરતું સ્થાનીક કર્મચારીઓ ના તુમાખી ભર્યા વર્તન થી દર્દીઓ પરેશાન થઈ ગયા છે અને યોગ્ય સારવાર ન મળતાં ખાનગી દવાખાનાઓમાં ગાંઠ ના રૂપિયા ખર્ચી સારવાર કરાવવાની નોબત આવી છે. જે બાબતે નગરજનો વહિવટી તંત્ર ઉપર આક્ષેપ કરી રહ્યા છે. સરકાર એક તરફ કરોડો રૂપિયા પ્રજાને આરોગ્ય લક્ષી સુવિદ્યા પૂરી પાડવા ખરચતી હોય છે અને આરોગ્ય વિભાગને ફાળવતિ હોય છે પરંતું સ્થાનીક કક્ષાએ થી દર્દીઓ ને પૂરતી અને યોગ્ય સારવાર મળતી ન હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. શું આ બાબતે જીલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ ધ્યાન આપતું નહિ હોય ? આવા અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે. દર્દીઓ ને માન આપવાથી સારવાર કરાવવામાં ઘણી હૂંફ મળતી હોય છે. પરતું અહી તો આ જ હોસ્પીટલ માં છત્રીસ વર્ષ નોકરી કરી સેવા આપનાર કર્મચારી ને પણ યોગ્ય જવાબ તથા સારવાર ન મળતા ખાનગી હોસ્પિટલ માં આશરો લઈ નાણાં ખર્ચવા પડ્યા હતા.
છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલ માં છત્રીસ વર્ષ સુધી ફરજ બજાવી નિવૃત થયેલા સલીમભાઈ રસુલભાઇ મિર એ પોતાની આપવીતી મીડિયા સમક્ષ જણાવતા કહ્યું હતું કે મને અચાનક ડાયરીયા થતાં હું જનરલ હોસ્પીટલ માં સારવાર અર્થે ગયો ત્યારે ડોકટરે બોટલ ચઢાવવાનું તાત્કાલિક કીધું હતું અને મારું બીપી ૧૪૨ થઈ ગયું હતું. મને ચક્કર આવતાં હતાં ત્યારે હું હોસ્પીટલ માં ઉપર ભારે મુસીબતે બોટલ ચઢાવવા માટે ગયો તેવા સમયે નર્સ તથા વોર્ડ બોય બેઠા હોવા છતાં તેમણે જણાવ્યુ કે તમે જાતે ઈન્વર્ડ કરી લાવો. જે ખરેખર સ્ટાફ ની ફરજમાં આવે છે. મારી સાથે કોઇ ના હોવા છતાં મને ફરજ પાડવામાં આવી હતી હું સાંજે છ કલાકે જતાં હાજર નર્સે કહ્યું કે સાહેબ નાસ્તો કરવાં ગયાં છે આરામ કરીને આવશે. તેમ બહાનું બતાવ્યું હતું અને ત્યાર બાદ મને સારવાર આપવાને સ્થાને નાસ્તો કરી ને આવું છું એમ કહી સ્ટાફ નર્સ પણ જતી રહી હતી. અને સાડા આઠ વાગ્યા નો સ્ટાફ આવી બોટલ ચઢાવશે તેવો મનસ્વી વ્યવહાર કરવામાં આવ્યો હતો આવું ખરાબ વર્તન જો હોસ્પીટલ ના નિવૃત કર્મચારી સાથે કરવામાં આવતું હોય તો સમાન્ય પ્રજા સાથે નું તો કહેવું જ શું. જ્યારે આ નિવૃત કર્મચારી સલીમભાઇ રસુલભાઈ મીર પાછા આવી ખાનગી હોસ્પિટલ માં સારવાર લેવાની ફરજ પડી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર યોગ્ય મળતી ન હોય તેવી ફરિયાદો પ્રજામાં ઉગતી હોય છે છોટાઉદેપુર જિલ્લાનું મથક છે જ્યારે ગામેગામ થી અંતરિયાળ આદિવાસી વિસ્તારોની પ્રજા સારવાર અર્થે છોટાઉદેપુર ખાતે આવતી હોય છે પરંતુ યોગ્ય સારવાર તથા જવાબ ન મળતા પરત ફરી જવાનો વારો આવે છે અને ખાનગી હોસ્પિટલોનો સહારો લઈ સારવાર કરાવવાની ફરજ પડે છે પરંતુ સરકાર આરોગ્ય પાછળ કરોડો ખર્ચે છે અને પ્રજાના આરોગ્યની ચિંતા કરે છે જ્યારે છોટાઉદેપુર સ્થાનિક કક્ષાએ આ રીતના દર્દીઓને યોગ્ય જવાબ મળતા નથી તથા સારવાર મળતી નથી જે અંગે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે સદર બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here