છોટાઉદેપુર સાંસદની ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત લાભથી વંચિત રહેલ દિવ્યાંગજનો માટે સરકારમાં ભલામણ થઈ સફળ…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત લાભથી વંચિત રહેલ દિવ્યાંગજનોને સહાય આપવા અંગે છોટાઉદેપુર લોકસભા સાંસદે ભારત સરકારના ન્યાય,સામાજિક અધિકારીતા મંત્રીને નર્મદા,પંચમહાલ,વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કેમ્પ યોજવા રજૂઆત કરી હતી.મળતી વિગતાનુસાર છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાએ કેન્દ્ર સરકારના મંત્રીને ૨૧ ઓગષ્ટના રોજ લેખિતમાં રજૂઆત કરી હતી કે મારા સંસદીય વિસ્તાર વડોદરા,પંચમહાલ,નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં દિવ્યાંગજનો સાધન સહાયથી વંચિત રહેલ છે.તેઓને વહેલીતકે જિલ્લા વહીવટીતંત્ર ઘ્વારા કેમ્પ યોજી જરૂરી દસ્તાવેજ અંગે જાહેરાતના માધ્યમથી તિથિ,સમય નિશ્ચિત કરવામાં આવે તો અનેક સાધન સહાયથી વંચિત રહેતા દિવ્યાંગજનોને લાભ મળે તેમ છે.સાંસદ ગીતાબેન રાઠવાની રજૂઆતને ધ્યાનમાં લઈને નર્મદા,પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને ભારત સરકારના ન્યાય,સામાજિક વિભાગ ઘ્વારા દિવ્યાંગજનોનો કેમ્પ તિથિ,સમય સહીત યોજવા અંગે જણાવવામાં આવ્યું છે.જેને લઈને આવનારા દિવસોમાં લાભથી વંચિત તમામ દિવ્યાંગજનોને કેમ્પ મારફતે સાધનસહાયનો લાભ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here