છોટાઉદેપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કુદરતી વાવાઝોડાના કારણે ટાટની પરીક્ષાથી વંચિત રહી ગયેલા ઉમેદવારો માટે ફરીથી એક તક આપવાકરી રજુઆત…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, મહામહિમ રાજ્યપાલ, ઉચ્ચ શિક્ષણ વિભાગના મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા ને પત્ર લખી માંગ કરી

છોટાઉદેપુર જિલ્લામાં તા. 4.6.2023 ના રોજ સવારના ૯ કલાકથી બપોરના ૧૨ કલાક સુધી ભારે વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. રસ્તા ઉપરના વૃક્ષો તેની ડાળીઓ સાથે પડી ગયા હતા. છોટાઉદેપુર જિલ્લાના તમામ રસ્તાઓ વૃક્ષો પડી જવાને લઈને બ્લોક થઈ ગયેલા હતા. જેના પરિણામે તા. ૦૪/૦૬/૨૦૨૩ ના રોજ TAT પરીક્ષાના ઉમેદવારો ૪૦૦ થી ૫૦૦ જેટલા ઉમેદવારો પરીક્ષા સ્થળે પહોંચી શકયા નથી અને ૭ વર્ષ બાદ TAT ની પરીક્ષા આપવાનો ઉમેદવારોને મોકો મળેલો હતો. પરંતુ કુદરતી આફતને લઈને તેઓ પરીક્ષા આપી શકયા નથી.

છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલો સરહદી જિલ્લો છે. ઉમેદવારોએ રૂબરૂ મળી ઘારાસભ્યને તેમની આપવીતી જણાવી હતી. ગરીબ ઉમેદવારોનુ ભાવી અંધકારમય બની ગયુ છે. તેઓ અને તેમના પિરવારો માનસીક તાણ અનુભવી રહયા છે. આ કુદરતી વાવાઝોડાથી પંચમહાલ, દાહોદ, નર્મદા, વડોદરા સહીતના અનેક જિલ્લાઓ અસરગ્રસ્ત બનેલા છે અને ત્યા પણ કેટલાક ઉમેદવારો TAT પરીક્ષાથી વંચીત રહયા છે. આ બાબતે આપ રાજયના સર્વોચ્ચ વડા હોય આ પરીક્ષાથી વંચીત રહેલા છોટાઉદેપુર જિલ્લા સહીતના પરીક્ષાર્થીઓને પુનઃ તક આપવામાં આવે તેવી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પત્ર લખી વિનંતી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here