મેઘરજ બસ સ્ટેશન આગળ ફ્રુટની લારી પાસે ખુલ્લી જગ્યામાંથી વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતા બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

મેઘરજ, (અરવલ્લી) વસીમ શેખ :-

કિ.રૂ. ૧૨,૮૨૦/-ના મુદ્દામાલ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી-લોકલ ક્રાઇમ બ્રાન્ચ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી શૈફાલી બારવાલ,સાહેબ અરવલ્લી નાઓએ પ્રોહીબીશન તથા જુગારની તેમજ નશીલા માદક દ્રવ્યોની હેરાફેરીની પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર અસરકારક રેઇડ કરવા અને પરિણામ લક્ષી કામગીરી કરવા માર્ગદર્શન / સુચનાઓ આપેલ હતી.

જે આધારે શ્રી,ડી.બી.વાળા,પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા નાઓએ તથા એલ.સી.બી.
સ્ટાફના કર્મચારીઓને વરલી મટકાના આંક ફરકના જુગાર રમતા ઇસમોની જરૂરી બાતમી મેળવી અસરકારક
કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હતી.જે અન્વયે એલ.સી.બી.સ્ટાફના અધિકારી/કર્મચારીઓ મેઘરજ
પો.સ્ટે વિસ્તારમાં ગેલીમાતાના મંદિર પાસે જતાં બાતમી રાહે હકીકત મળેલ કે મેઘરજ બસ સ્ટેશન આગળ
ફ્રુટની લારી પાસે ઇરફાનમીયા ઉર્ફે નન્નુ ઉસ્માનમીયા કાજી રહે.મેઘરજ ઇન્દીરાનગર તા.મેઘરજ જી.અરવલ્લી
નાનો પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના મળતીયા માણસો રાખી વરલી મટકાના આંક ફરકનો હાર જીતનો
જુગાર રમી રમાડે છે અને હાલમાં આ જુગારની પ્રવૃતિ ચાલુમાં છે.સદર મેઘરજ બસ સ્ટેશન આગળ ફ્રુટની
લારી નજીક ખુલ્લામાં જતાં એક ઈસમ જમીન ઉપર બેસી કંઈક લખતા અને એક ઇસમ કંઈક લખાવતો તથા
પૈસાની લેતી-દેતી કરતા જણાયેલ જેથી સદરી ઇસમોને કોર્ડન કરી પાકડી પાડેલ જેનું નામઠામ પુછતાં
ઇરફાનમીયા ઉર્ફે નન્નુ ઉસ્માનમીયા કાજી રહે.મેઘરજ ઇન્દીરાનગર તા.મેઘરજ જી.અરવલ્લી તથા રાજુભાઇ
રહીમમીયા મલેક ઉ.વ.૫૨, રહે. કસ્બા વિસ્તાર મેઘરજ તા.મેઘરજ જી.અરવલ્લી તેઓ બન્ને ઇસમોની અંગ
ઝડતીમાંથી વરલી મટકા આંક ફરકના જુગારના રોકડ નાણાં રૂ.૧૨,૮૨૦/- તથા લીટીવાળો કાગળ સાથે
ની વરલી મટકાના આંક લખેલ સાહીત્ય નંગ-૧, તથા પેન નંગ-૧ તથા રોકડા રૂ.૧૨,૮૨૦/-ના મુદ્દામાલ
કબ્જે કરી જે અંગે મેઘરજ પો.સ્ટેમાં જુગાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :
(૧) વરલી મટકાના આંક ફરકના આંકડા લખેલ કાગળ તથા બોલ પેન નંગ-૧ કી.રૂ.૦૦/૦૦ તથા
રોકડા રૂ.૧૨,૮૨૦/-નો મુદ્દામાલ
પકડાયે આરોપીઓ:-
૧) ઇરફાનમીયા ઉર્ફે નન્નુ ઉસ્માનમીયા કાજી રહે. મેઘરજ ઇન્દીરાનગર તા.મેઘરજ જી.અરવલ્લી
રાજુભાઇ રહીમમીયા મલેક ઉ.વ.૫૨ રહે.કસ્બા વિસ્તાર મેઘરજ તા.મેઘરજ જી.અરવલ્લી
કામ કરનાર અધિકારી/કર્મચારી:
(૧) શ્રી.ડી.બી.વાળા પોલીસ ઇન્સપેકટર
એલ.સી.બી. મોડાસા
(૩) એ.એસ.આઇ અનીલકુમાર અંબાલાલ
(૨) શ્રી.વી.ડી.વાઘેલા પોલીસ સબ ઇન્સપેકટર
એલ.સી.બી. મોડાસા
એલ.સી.બી. મોડાસા
એલ.સી.બી. મોડાસા
એલ.સી.બી. મોડાસા
(૪) અ.હે.કો.નરેશકુમાર દિપસિંહ
(૫) અ.પો.કો.મહેશભાઇ ઉદાજી
આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લી ધ્વારા જુગારનો ગણના પાત્ર કેસ શોધી સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here