છોટાઉદેપુર તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જિલ્લા રજીસ્ટ્રાર નીલમબેન ચાવડાના અધ્યક્ષ સ્થાને ચેરમેનની ચૂંટણી યોજાઈ

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુકેશ જે રાઠવા :-

છોટાઉદેપુર તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જિલ્લા રજીસ્ટ્રાર નીલમબેન ચાવડાના અધ્યક્ષ સ્થાને ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી બજાર સમિતિના 14 સભ્યો દ્વારા આજરોજ એક બેઠક યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા મુકેશભાઈ જશવંતભાઈ પટેલ નું નામ જાહેર કરવામાં આવ્યું હતું બધા જ સભ્યો દ્વારા મુકેશભાઈ જશવંતભાઈ પટેલને સર્વાનુંમતે વધાવી લેવામાં આવ્યા હતા અને છોટાઉદેપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના નવનિયુક્ત ચેરમેન મુકેશભાઈ પટેલ બિન હરીફ વિજેતા થયા હતા જેમાં હું જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા માજી ચેરમેન અતુલભાઇ ચંદુભાઈ પટેલ જિલ્લાના બંને મહામંત્રી તેમજ ભાજપના કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here