છોટાઉદેપુર તાલુકાના મોટી ધુમાલી ગામે ભારે વરસાદને કારણે મકાન ધરાશય થતા એકને ઈજા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને રસ્તા પર ઘણા વૃક્ષો પણ પડી ગયા છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે તારીખ 17 /9 /23 ના રોજ અચાનક એક કાચું મકાન ધારાશય થયું હતું. જ્યારે એક વ્યક્તિને બીજા પહોંચી હતી અને એક પશુનો મરણ થયું હતું જ્યારે અન્ય પશુઓ ઘાયલ થયા હતા
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના મોટી ડુમાલી ગામે પુજારા ફળિયામાં રહેતા જેન્તીભાઈ નુરાભાઈ રાઠવા હર્ષદભાઈ નુરાભાઈ રાઠવા અને રામાભાઇ નુરાભાઈ રાઠવા નું મકાન તારીખ 17 ના રોજ બપોરે 3:00 કલાકની આસપાસ ભારે વરસાદના કારણે એકાએક ધરાશય થઈ ગયું હતું જેમાં હર્ષદભાઈનાં પુત્ર સુનિલભાઈ હર્ષદભાઈ રાઠવાને સામાન્ય ઇજાઓ થઈ હતી અચાનક મકાન ધારાશય થતા સૌ ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા જેથી કોઈને જાનહાની થઈ ન હતી પરંતુ ઘર ઘરની અંદર બાંધેલા પશુઓ માંથી એક પશુનું મરણ થયું હતું જ્યારે અન્ય પશુઓ ઇજા ગ્રસ્ત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here