નસવાડી : જસ્કી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ પ્રભુભાઈ છગનભાઇ બિનહરીફ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના જસ્કી ગ્રામપંચાયત માં તમામ સભ્યો ના સહકારથી ઉપસરપંચ તરીકે પ્રભુભાઈ છગનભાઇ ની વરણી કરવામાં આવીછે અને સરપંચ પુનીબેન બાલુભાઈ એ જીત મેળવ્યા બાદ આજરોજ ડેપ્યુટી સરપંચની ચૂંટણી કરવામાં આવી હતી પણ કોઈ ઉમેદવારે સામે ફોર્મ ભર્યું નથી અને તમામના સહકાર થી પ્રભુભાઈને ઉપસરપંચ તરીકે નીમવામાં આવ્યા છે અને સરપંચ સહિત તમામ સભ્યો ને ફૂલોના હાર પેહરાવી શુભેચ્છા પાઠવવામાં આવી છે અને ગામનો વિકાસ સારી રીતે થશે એવી આશા સાથે ગામ લોકો એ પણ અભિનંદન આપ્યા હતા અને દરેક સભ્ય અને સરપંચ ને પેંડા ખવડાવી ને મોઢું મીઠુ કરાવ્યું હતું અને દરેક વોર્ડ માં અડધી રાત્રે પણ જો ગામનો પ્રશ્ન હશે જે સામાજિક હોય કે ગામનો હોય અમે એટલે સરપંચ અને તમામ સભ્યો આવીને ઊભા રહી એનુ નિરાકરણ લાવીશું અને ગામ ને તમામ સુવિધાઓ થી સજ્જ બનાવીશું આમ જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here