છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગના જુદા જુદા તાલુકાઓમાં તા 10 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2024 ની ઉજવણી કરવામાં આવશે

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં તાલુકા મથકે પક્ષી બચાવો કેન્દ્ર શરૂ કરવામાં આવેલા છે જેમાં ઉતરાયણના પર્વત નિમિત પક્ષીઓ ઘાયલ જણાય આવે ત્યારે તેની સારવાર કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને બચાવ ની કામગીરી કરવામાં આવનાર છે અને પશુ ચિકિત્સક ના સહયોગથી પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને વન વિભાગ ઉત્તરાયણના દિવસો દરમિયાન પતંગ ચગાવવા બાબતે જાહેર વિનંતી કરી છે દિવસ દરમિયાન પતંગ ચગાવે, વૃક્ષો ,ઈલેક્ટ્રીક લાઈન ,ટેલીફોન લાઇન થી દૂર પતંગ ચગાવે ,ઘાયલ પક્ષીને જોતા નજીકના સારવાર કેન્દ્ર બચાવ કેન્દ્રનો સંપર્ક કરે અને આજુબાજુ દોરીમાં ફસાયેલા પક્ષી જણાઈ આવે ત્યારે તાત્કાલિક વન વિભાગના સંપર્ક નંબર ઉપર કોન્ટેક્ટ કરી એક એક મૂંગા જીવ ને બચાવવાની સેવા કરે એવી જાહેર વિનંતી અને અપીલ કરે છે અને સવારે 9:00 વાગ્યા પહેલા અને પાંચ વાગ્યા પછી પતંગ ના ચગાવે ,ચાઈનીઝ સિન્થેટિક્સ દોરીનો ઉપયોગ ન કરે ,ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ના આપે ,રાત્રિના સમયે ફટાકડા ના પડે, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરે ઘાયલ પક્ષી ઉપર પાણી ના રડે જેવી અનેક જાહેર સૂચનાઓ અને વિનંતી કરવામાં આવી રહ્યો છે સહકારની અપેક્ષા સાથે ઉતરાયણનો તહેવાર ઉજવણી કરી અને સાથે સાથે પર્યાવરણ અને વન્યજીવની રક્ષા કરવાનો રક્ષા કરવાનો સંદેશો આપીએ છીએ . આજરોજ છોટાઉદેપુર નગરમાં નગરજનોને ટેમ્પ્લેટ વિતરણ કરી અને રેલી સ્વરૂપે ગ્રામજનો નગરજનોને જાણકારી આપવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here