છોટાઉદેપુર જિલ્લાના ત્રણ તાલુકા સહિત પંચમહાલ જિલ્લાના બે તાલુકાની જીવા દોરી સમાન ગણાતા સુખી ડેમમાં પાણીના લેવલમાં ૧૫ સે.મી.નો વધારો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના ત્રણ તાલુકા સહિત પંચમહાલ જિલ્લાના બે તાલુકાની જીવા દોરી સમાન ગણાતા સુખી ડેમમાં આજ રોજ મધ રાત્રે થી બાર વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા તેમજ ઉપરવાસ ઝોઝ પંથકમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા ડેમના લેવલમાં ૧૫ સેમી નો વધારો થયો હતો.
ગત્ રોજ નું લેવલ ૧૩૯.૩૦હતુ જે આજે ૧૩૯.૪૫ થયુ હતુ
જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં આજરોજ રાત્રિના બે વાગ્યાથી વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી અને એક ઈંચ થી લઈ ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના ત્રણ તાલુકા છોટાઉદેપુર પાવીજેતપુર તેમજ બોડેલી તથા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તેમજ હાલોલ મળી ફુલ પાંચ તાલુકાના હજારો ધરતી પુત્રો માટે આશીર્વાદ રૂપ એવા સુખી સિંચાઈ વિભાગ એ બનાવેલા સુખી ડેમમાં વિસ્તારમાં મધરાત્રી થી ૧૨, વાગ્યા સુધીમાં ૧૦૬, મીમી વરસાદ વરસ્યો હતો જ્યારે ઉપરવાસ ગણાતા ઝોઝ પંથકમાં પણ ૮૪, મીલીમીટર વરસાદ થતાં સુખી ડેમના પાણીના લેવલમાં 15 સેમી નો વધારો થવા પામ્યો હતો
સુખી ડેમને છોટાઉદેપુર જિલ્લા ના ત્રણ સહિત પંચમહાલ જિલ્લાના બે તાલુકા ની જીવા દોરી ગણવા માં આવે છે આ સુખી ડેમમાંથી શિયાળુ પાક તેમજ ઉનાળુ પાક આમ બે પાક છોટાઉદેપુર પાવીજેતપુર બોડેલી જાંબુઘોડા અને હાલોલ આમ કુલ પાંચ તાલુકાના ધરતીપુત્રો ને બે પાક લેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે અને એ સિવાય જાંબુઘોડા તાલુકાના કડા ડેમ બોડેલી તાલુકાના તરગોળ ડેમ સહિતના અનેક નાના મોટા ડેમ તેમજ તળાવમાં પણ સુખી ડેમનું પાણી પૂરું પાડવામાં આવે છે અને ઉનાળામાં ભરવામાં આવતા આ તળાવ અને ડેમોમાં પાણીનું સ્તર વધે છે જેના કારણે સ્થાનિક જનતા તેમજ છેક સુખી ડેમથી લઈ તરગોડ ડેમ સુધીમાં આવતા તમામ જંગલ વિસ્તારો તથા જાંબુઘોડા અભયારણ્યમાં વસવાટ કરતા અબોલ વન્ય જીવો અને વન્ય પ્રાણીઓ પશુ પક્ષીઓ વગેરે માટે ઉનાળામાં ભરવામાં આવતા પાણી આશીર્વાદ રૂપ સાબિત થાય છે.
સુખી સિંચાઈ વિભાગ મારફતે ગ્રામીણ વિસ્તારમાં મંડળીઓ બનાવી મંડળીઓના સભ્યો મારફતે ગામે ગામ પાણીનું વિતરણ કરવામાં આવે છે અને આ પાણી પાંચ તાલુકા ના હજારો ધરતી પુત્ર ને ખેતી કામમાં ઉપયોગમાં આવે છે ખેતીની સાથે સાથે કેનાલોના લીકેજમાંથી વહેતા પાણી કુવા તેમજ બોર ના જળસ્તરમાં વધારો કરે છે અને નદી નાળા કોતરોમાં પણ ઉનાળા દરમિયાન પાણી વહેતા થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here